સુરત : પોલીસે વાનમાં જ 200-200 રૂપિયાનો દંડ ઉઘરાવી યુવકોને રવાના કર્યા, Video થયો Viral

સુરત : પોલીસે વાનમાં જ 200-200 રૂપિયાનો દંડ ઉઘરાવી યુવકોને રવાના કર્યા, Video થયો Viral
વીડિયોના કારણે સુરત પોલીસની થઈ રહી છે ટીકા

અટકાયતી પગલાં અંતર્ગત ઝડપાયેલા આરોપીઓને પોલીસે રૂપિયા ઉઘરાવી અને મુક્ત કરી દીધા, વીડિયો વાયરલ થતા વિવાદ

  • Share this:
સુરત પોલીસ છાશવારે (Surat Police) વિવાદમાં (Controversy)માં આવી રહી છે ત્યારે ગતરોજ ટ્રાફિક પોલીસ સત્તાનો દુરુપયોગ કરી દાદાગીરીનો વિડીયો વાઇરલ થયા બાદ આજે અટકાયત પગલાં લીધેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલાં પોલીસ તેમની પાસે રૂપિયા લેતા હોવાનો વિડીયો (Surat Police viral video) સોશિયલ મીડિયામાં (Social Media)માં વાઇરલ થતા અનેક સવાલ સાથે પોલીસ વિભાગની બદનામી થઇ રહી છે.

સુરત પોલીસ માં થોડા દિવસ થાયને વિવાદ સર્જતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે ત્યારે ગતરોજ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રસ્તા જતા વાહન ચાલકો સાથે ખોટી માથાફૂટી કરી મોટા દંડ કરવાનો વીડિયો વાઇરલ થતા પોલીસન બદનામી થઈ હતી ત્યારે વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પોલીસ દ્વારા આરોપીને અટકાયત પગલાં લઇને કલમ 51 હેઠળ ધરપકડ કરવામાં આવે છે.

જોકે અહીંયા આરોપીને પોલીસ સ્ટેશન અથવા કોર્ટમાંથી માત્ર 100 રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવે છે તેવું કાયદાના જાણકારોનું કહેવું છે ત્યારે સુરતની અમરોલી પોલીસ આરોપીઓને પોલીસ મોબાઈલ વાનમાં  બેસાડી દરેક આરોપી પાસેથ રૂપિયા 200 લેતા અને એક ચોપડામાં શહી કરાવતી હોવાની જોવા મળે છે.

આ પણ વાંચો :  સુરત : 15 વર્ષનું લગ્ન જીવન તૂટ્યું અને પત્નીએ જિંદગી ટૂંકાવી! ડિવોર્સના આઠમાં દિવસે કરી લીધો આપઘાત

જોકે અટકાયતી પગલામાં આ કામગીરી પોલીસ પોલીસ સ્ટેશનમાં અથવા તો કોર્ટમાં થતી હોય છે ત્યારે પોલીસની મોબાઈલમાં વાનમાં કામગીરીને લઈને અનેક સવાલ ઉભાઈ થયા છે. જોકે સુરત પોલીસ દ્વારા લોકોને અટકાયતી પગલાં લઇને 200 રૂપિયા લઇને લૂંટવામાં આવે છે. પોલીસ કોન્સ્ટેબલ એવું કહેતા પણ સાંભળવા મળે છે કે 200 રૂપિયા આપો અને પાછળથી નીકળી જાઓ

આ પણ વાંચો :  સુરત : નોકરી શોધવા નીકળેલા યુવાનને મળ્યું મોત! યમદૂત સમાન પાણીના ટેન્કર ટક્કર મારતા જિંદગી ઓલવાઈ

જોકે જેના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાના હોય છે તેના વિરૂદ્ધ પોલીસ અટકાયતી પગલા લેતી નથી અને સામાન્ય માણસ સામે આ પગલાં લઈને હેરાન કરતી હોય છે ત્યારે આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ પર લોકો ફિટકાર લગાવી રહ્યા છે. જોકે, વીડિયો વાયરલ હોવા છતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Published by:Jay Mishra
First published:February 16, 2021, 21:30 pm

ટૉપ ન્યૂઝ