સુરત : લવરમૂછિયાને ગન સાથેનો Video સોશિયલ મીડિયામાં મૂકવો ભારે પડ્યો, વીડિયો Viral થતા પોલીસે કરી કાર્યવાહી

સુરત : લવરમૂછિયાને ગન સાથેનો Video સોશિયલ મીડિયામાં મૂકવો ભારે પડ્યો, વીડિયો Viral થતા પોલીસે કરી કાર્યવાહી
પોલીસે યુવકની વીડિયો વાયરલ થતા ધરપકડ

સુરતમાં આ પ્રકારના આવા વીડિયો મૂકનારા તત્વો સામે સખત કાર્યવાહી, લાલબત્તી સમાન કિસ્સો

  • Share this:
સુરત શહેરમાં પોલીસ (Surat Police) સોશિયલ મીડિયા (Social Media) ઉપર આવા વાંધાજન ક અને પ્રજામાં ભય ફેલાય તેવા વીડિયો (Video) તેમજ ફોટોગ્રાફ (Photograph) અપલોડ કરનાર ઇસમો ઉપર  પોલીસ  સતત વોચ રાખી રહેલ છે . અને આવા પ્રજામાં ભય ફેલાય તેવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કૃત્ય કરનાર ઇસમો વિરૂધ્ધ કડકમાં કડ  કાર્યવાહી કરવા માટે તત્પર છે  ત્યારે અગાવ બે પોલીસ સ્ટેશનમાં મારામારી ના ગુનામાં પકડાયેલ ઈસમે પોતાના સોસિયલ મીડિયામાં રિવોલ્વર સાથેનો એક વીડિયો અપલોડ કર્યો હતો જોકે, પોલીસે તેને ઝડપી પડી તપાસ કરતા આ ઈસમ પાસેથી એક દેશી પિસ્તોલ મળી આવી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી  અનુસંધાને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર રીતે હથીયાર રાખતા ઈસમોને તેમજ પ્રજામાં ખોર્ટે રૌફ જમાવતા અને ભય ફેલાવતા ઇસમોને શોધી કાઢી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના પોલીસ વિભાગને આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટ : હવસખોર ફુવો ઝડપાયો, 7વર્ષની માસૂમ ભત્રીજીને રૂમમાં બંધ કરી પછી હેવાનિયતની તમામ હદો પાર કરી

તેવામાં SOG પોલીસ ના ધ્યાને આવેલ કે સોસિયલ મીડિયામાં અમુક ઇસમો ગેરકાયદેસર પ્રકારના હથિયારો સાથેના વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ સહીતની વિવિધ મેસેન્જર એપમાં વીડિયો અપલોડ કરી પ્રજામાં પોતાનો રોફ જમાવે છે અને ભય ઉભો કરે છે, જેથી આવા ઈસમો અંગે તપાસ કરતા અલગ અલગ ટીમો બનાવી હતી.

જેમાં એક ટીમને સોશિયલ મીડિયા ઉપર સર્વેલન્સ દરમ્યાન જાણવા મળ્યું હતું કે  ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ્પ મા એક ઈસમે પોતાની પાસે રીવોલ્વર જેવું હથિયાર સાથે રાખી પોતાનો વીડિયો બનાવી અપલોડ કર્યો હતો અને જેના કારણે આમ જનતાના માનસમાં ભય ઉભો થઇ શકે છે.

પોલીસે ઝડપી પાડેલા શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તલ મળી આવી


જેથી તે ઈસમના સોશિયલ મીડિયા એકાઉન્ટ બાબતે તપાસ કરી  બાલાપીર દરગાહ પાસે જીલાની બ્રીજની નીચે લાલગેટ ખાતે વોચ ગોઠવી આરોપી મઝહર મુનાફ શેખ ઉ.વ .22 મદારીવાડ રીફાઈ મજીદની પાછળ વરીયાવી બજાર લાલગેટ સુરત ને ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી  દેશી હાથ બનાવટની રિવોલ્વર નંગ -1 મળી આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : 'તું તો લફડા વાળી છે,' પતિ-પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ, મામલો પહોચ્યો પોલીસમાં

પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ પૂછપરછ કરતા  પોતે વારંવાર પોતાના ટીકટોક ઉપર વિડીયો બનાવી અપલોડ કરતો હોય પરંતુ ટીકટોક બંધ થતા તેના જેવી બીજી ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ્પ . ઉપર પોતાના બનાવેલ વીડિયો અપલોડ કરતો હતો બાદ તેના ભાઈનો સાળો તેને રિવોલ્વર વેચવા આપી જતા આ રીવોલ્વર પોતાની પાસે રાખી મુકેલ અને બાદ તે રિવોલ્વર સાથે પોતાનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ.ઉપર અપલોડ કરેલા હોવાની હકીકત જણાવી હતી.

આરોપી તથા તેને આ હથિયાર આપનાર વિરૂધ્ધમાં આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી  વધુ તપાસ શરૂ કરી છ જોકે અપકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત ના અલગ અલગ બે પોલીસ મથકમાં મારામારીના ગુના પણ દાખલ થયેલા છે.
Published by:Jay Mishra
First published:February 14, 2021, 09:12 am

ટૉપ ન્યૂઝ