Home /News /south-gujarat /

સુરત : જુદી જુદી બેંકના ઢગલાબંધ ATM સાથે ઝડપાયા UPના શખ્સો, કરવાના હતા મોટી છેતરપિંડી

સુરત : જુદી જુદી બેંકના ઢગલાબંધ ATM સાથે ઝડપાયા UPના શખ્સો, કરવાના હતા મોટી છેતરપિંડી

પોલીસે ઝડપી પાડેલા જાલોન ગેંગના બે શખ્સો

પોલીસે ઉત્તર પ્રદેશની કુખ્યાત એટીએમ ગેંગના શખ્સોને ઝડપી પાડ્યા, ઠગાઈની કબૂલાતો સાંભળીને પોલીસે પણ ચક્કર ખાઈ

સુરત પોલીસે (Surat Police) આજે બે એવા ઠગોને ઝડપી પાડ્યા છે જે એટીએમમાં (ATM Fraud) ટેક્નિકલ ફોલ્ટ કરી બેકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી (Cheating) કરતા હતા. ઉત્તર પ્રદેશથી (Uttar pradesh) ખાસ આ પ્રકારે ઠગાઈ કરવા સુરત ખાતે આવ્યા હતાય પોલીસે બે ઈસમો પાસેથી મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ કર્યા છે. જોકે પકડાયેલા આરોપી દિલ્લી મુંબઈ સાથે અમદાવાદ અને સુરત આ પ્રકારના ગુના આચરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું.

સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી મામલે પોલીસેને આવા ઈસમોને ઝડપી ગુનાખોરી સમાપ્ત કરવા માટે સતત પેટ્રોલિંગમા રહેવાના આદેશ વચ્ચે આજે સુરતની પુણા પોલીસે આ મામલે તપાસમાં હતી ત્યારે એક હકીકત મળી હતી કે બે અજાણ્યા ઈસમો કડોદરા સુરત રોડ ભક્તિધામ મંદિરની પાસે આવેલ બેંક ઓફ બરોડાના ATMની બહાર સંખ્યાબંધ એટીએમ કાર્ડ લઈને ઉભા છે જેઓ એ.ટી.એમ મશીન સાથે ચેડા કરી પૈસા કાઢનાર છે.

જોકે, પોલીસે તાત્કાલિક આ મામલે વોચ કરીને બે ઈસમો વિષે જાણકારી મેળવી હતી તેને ઝડપી પાડ્યા હતા. જોકે ઝડપાયેલા ઈસમો મૂળ  ઉત્તરપ્રદેશ જિલ્લા  જાલૌન તાલુકો  કાલપીના ગામ  હીરાપુર ખાતે રહેતા સુનિલકુમાર અરુણકુમાર નિસાદ અને સોનું કુંજીલાલ નિસાદ હતા જોકે પોલીસ તેમની ઝડતી લેતા તેમની પાસેથી 78 અલગ લાગે બેંકના એટીએમ કાળ પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : મનીષ કૂકરીના ગુંડાઓએ ઓફિસમાં તોડફોડ કરી, આતંકનો Live વીડિયો થયો Viral

જોકે પોલીસે આરોપીની વધ પૂછપરછ કરતા તે ગુનો આચરવા ખાસ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા અને  ATM કાર્ડનો ઉપયોગ કરી ATM મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે ATM મશીનમાં પૈસા નિકળે તે પહેલાં જ ATM મશીન સાથે છેડછાડ કરી પૈસા નિકળે તે સમયે વિન્ડોમાં હાથ નાખી એ.ટી.એમ. મશીનનું સર્વર ડાઉન કરી નાખતા હતા.

આ પણ વાંચો : જૂનાગઢ : કેસરના ગઢમાં ખેડૂતે ઉગાડી અમેરિકાની જાંબલી કેરી, ખાંડનું પ્રમાણ 75% ઓછું

ત્યાર બાદ પૈસા કાઢ્યા બાદ જે તે બેન્કને ATMમાંથી પૈસા નિકળેલ નથી અને એકાઉન્ટમાંથી પૈસા ડેબીટ થઈ ગયેલ છે તેવી ફરીયાદ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અથવા તો ડિસપ્યૂટ ફોર્મ ભરી ઉપાડેલા પૈસા ફરીવાર બેન્ક મારફતે રિફન્ડ મેળવી બેન્ક સાથે છેતરપીંડી કરતા હતા.

આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

જોકે પોલીએ આરોપી કરેલ કબૂલાતના પાગલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપ શરૂ કરી હતી. ત્યારે આરોપી  ઈસમોએ અગાઉ દિલ્હીમાં ઘણા બધા એ.ટી.એમઓ સાથે છેડછાડ કરી ધણા ગુના કરેલાની કબૂલાત કરેલ છે. જે બાબતે દિલ્હી પોલીસ સાથે સંપર્ક કરવાની કાર્યવાહી ચાલુ છે.

આ શખ્સો પાસેથી જુદી જુદી બેંકના ઢગલાબંધ એટીએમ કાર્ડ મળી આવ્યા છે.


આ પણ વાંચો : સુરત : મોડી રાત્રે ડબલ મર્ડર! ચાકુનાં 20 જેટલા ઘા ઝીંકી બે મિત્રોની ઘાતકી હત્યા

જોકે આરોપીઓ વધુ પૂછપરછ કરતા જણાવે છે કે પોતાના વતન જાલોન ( ઉતરપ્રદેશ ) ખાતે આ પ્રકારનો ફોડ કરનારની ઘણી બધી ગેંગ છે. જેઓ છેલ્લા પાંચ થી છ વર્ષ થી જુદા જુદા મોટા શહેરો જેવા કે દિલ્લી , મુંબઈ , અમદાવાદ , સુરત , કલકતા જેવા વિગેરે શહેરીમાં જઇ આ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે
Published by:Jay Mishra
First published:

Tags: Bank, Fraud, ઉત્તરપ્રદેશ, ગુનો, ઠગાઇ, સુરત

આગામી સમાચાર