સુરત : સુરતમાં (Surat) 700 રૂપિયામાં બોગસ આયુષ્યમાન (Fake Ayushman card) કાર્ડ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. હાર્ટએટેક આવતા કતારગામના વૃદ્ધને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ને નકલી કાર્ડનું ભોપાળું બહાર આવ્યું હતું. રૂપિયા 2100માં 3 કાર્ડ બનાવી આપનારા ભાવનગરના (Thug Caught) ભેજાબાજની ચોકબજાર પોલીસે ધરપકડ કરી આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કતારગામમાં આંબા તલાવડી ખાતે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ખીમજીભાઇ રામજીભાઇ મોણપરા નિવૃત્ત જીવન ગુજારે છે. દરમિયાન ગત તા. 5-7-20ના રોજ ખીમજીભાઇને હાર્ટએટેક આવતા સારવારાર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ખીમજીભાઇના પરિવારજનોએ આયુષ્યમાન કાર્ડ રજૂ કરતા હોસ્પિટલના સ્ટાફે કાર્ડનો નંબર વેરિફાઇ કર્યો હતો, જેમાં કાર્ડ બોગસ હોવાનું પૂરવાર થયું હતું.
આ પણ વાંચો : રાજકોટ : હત્યા-હની ટ્રેપ સહિતના કેસમાં પોલીસ ચોપડે ચડેલી યુવતીએ કર્યુ નવું પરાક્રમ, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
આ કાર્ડ તેમણે ભાવનગરના મુકેશ મકવાણાએ બનાવી આપ્યા હતા. એક કાર્ડના 900 એમ ખીમજીભાઇ અને તેમના બે દીકરાના કુલ 3 કાર્ડના 2100 રૂપિયા મુકેશ મકવાણાએ વસૂલ્યા હતા. કાર્ડ બોગસ નીકળતા મુકેશ મકવાણાને કોલ કર્યો તો તેને ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.
ત્યારબાદ શંકાને આધારે બંને દીકરાના કાર્ડની પણ ખરાઇ કરાવાઇ હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાની ઓફિસે તપાસ કરાવતા આ બંને કાર્ડ પણ બોગસ નીકળ્યા હતા. આમ, ભાવનગરના મુકેશ મકવાણાના બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.
ગત તા. 5-5-19ના રોજ કતારગામમાં આંબાતલાવડી ખાતે ચોગઠ સામાજિક મંડળ આયોજિત ચોગઠ ગામનો સાતમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગામના અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટેબલા નાંખીને બેસેલા મુકેશ ડાહ્યાભાઇ મકવાણાએ આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કામ કરે છે એવી જાહેરાત સાથે કાર્ડ થકી મેડિકલ ફ્રિ સેવાની પણ માહિતી આપી હતી.
મુકેશ મકવાણાએ આયુષ્યમાન કાર્ડ અંગેના પેફ્લેટનું પણ વિતરણ કર્યું હતું. ત્યારબાદ એક માસ પછી મુકેશ મકવાણાએ ખીમજીભાઇને કોલ કરી આયુષ્યમાન કાર્ડ કાઢવા સુરત આવ્યો હોવાનું જણાવ્યું હતું. સિંગણપોરમાં હરિદર્શનના ખાડામાં આવેલા ખુલ્લા પ્લોટમાં કાર્ડ કાઢી આપે છે.
આ પણ વાંચો : રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ
એમ કહી આધારકાર્ડ લઇને આવવા કહ્યું હતું જેથી ખીમજીભાઇ એ પોતાનું અને બે દીકરા રાજેશ તથા સંજયના આધારકાર્ડની ઝેરોક્ષ નક્ત આપી એક આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના 700 રૂપિયા લેખે 3 કાર્ડના 2100 રૂપિયા ચૂકવ્યા હતા. હાલ પોલીસે આરોપની ધરપકડ કરી આ કૌભાંડનાં મૂળ સુધી પહોચવાતપાસ શરુ કરી છે.