Home /News /south-gujarat /

સુરત : ભાઈની હત્યાનો બદલો લેવા માટે પિસ્ટલ સાથે ફરતા કિશોરને પોલીસે ઝડપી પાડ્યો

સુરત : ભાઈની હત્યાનો બદલો લેવા માટે પિસ્ટલ સાથે ફરતા કિશોરને પોલીસે ઝડપી પાડ્યો

પ્રતિકાત્મક તસવીર

ગુનાઇત ઇતિહાસ ધરાવતા કિશોરે મિત્રને ઘરેથી પિસ્ટલ સાથે કાર્ટીઝ કાઢી આપી, અગાઉ અનેક ગુનામાં સંડોવણી

સુરત : સુરત (surat) શહેરમાં ગુના (Crime) ખોરી વધી રહી છે ત્યારે અગાઉ ગુનામાં પકડાયેલ ઈસમોની તપાસ દરમિયાન અનેક ગુનામાં સંડોવાયેલ કિશોર (Teenager) પિસ્ટલ (Pistol) લઈને ફરતો હોવાની હકીકતના આધારે પોલીસના હાથે ઝડપાયો (Arrested by Police) ગયો હતો. પોલીસે તેને ઝડપી પડી પૂછપરછ કરતા તેના ભાઈની હત્યા કરનાર સાથે બદલો લેવા માટે હથિયાર લઈને ફરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કિશોર પાસેથી હથિયાર કબજે કરી વધુ તપાશ શરૂ કરી છે.

સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે તેમાં પણ હત્યાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અગાઉ ગુનામાં સંડોવાયેલ હોય તેવા આરોપીઓની તપાસ કરવાના આદેશને પગેલ ક્રાઇમબ્રાન્ચની ટીમ તપાસમાં હતી ત્યારે માહિતી મળી હતી કે એક કિશોર જે અનેક ગુનામાં સંડોવાયેલો છે તે પિસ્ટલ સાથે ફરતો જોવામાં આવ્યો છે. જોકે પોલીસે આ બાતમીના આધારે  આ કિશોરને પોતાના મિત્ર સાથે પલસાણા જતો હતો ત્યારે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ કિશોરે પોલીસને જણાવ્યું હતું કે  થોડા મહિના પહેલા સમાધાન રાજપુત અને કોમલસિંગ ગીરાશેએ તેના મોટા ભાઈની હત્યા કરી હતી. તેનો બદલો લેવા માટે કિશોર પિસ્ટલ લઈને ફરતો હતો.

આ પણ વાંચો : સુરતમાં લુખ્ખાઓ બેફામ! સુરીયા મરાઠી ગેંગે મનુ બારીયા ગેંગના યુવકને તલવારથી રહેંશી નાખ્યો

મિત્રના ઘરે હથિયાર સંતાડ્યું હતું

જોકે આ હથિયાર તેણે તેના મિત્ર  સોપાનદેવ ઉર્ફ સાગર સખારામ પાટીલના લીંબાયતમાં આવેલા ઘરમાં સંતાડ્યાની  કબૂલાત કરતા પોલીસે એક પિસ્ટલ અને 6 કાર્ટીઝ કબજે કરી હતી. પોલીસે સોપાનને વૉન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : દારૂના નશામાં ધૂત 4 મિત્રોએ મળી મિત્રની હત્યા કરી, નવા વર્ષેના પ્રારંભે ખૂની ખેલ ખેલાયો

ઝડપાયેલો કિશોરની 14 ગુનામાં સંડોવણી

પોલીસે ઝડપી પાડેલો  કિશોર  અપહરણ,હત્યા, હત્યાની કોશિષ, અપહરણ, ધાડ,લૂંટ જેવા 14 ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. ઉપરાંત ચેઇન સ્નેચિંગના 6 અને વાહન ચોરીના બે ગુનાઓનો ભેદ પણ તેની પૂછપરછમાં ભેદ ઉકેલાયો છે.જોકે પોલીસે આ કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
First published:

Tags: Pistol, ગુનો, સુરત, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन