સુરત : ફેસ માસ્ક અને સેનિટાઈઝર કિંમત કરતા વધારે ભાવમાં વહેંચશો તો વસૂલાશે મસમોટો દંડ


Updated: March 24, 2020, 7:30 AM IST
સુરત : ફેસ માસ્ક અને સેનિટાઈઝર કિંમત કરતા વધારે ભાવમાં વહેંચશો તો વસૂલાશે મસમોટો દંડ
વળી જાનૈયાનું સ્વાગત ફૂલ અને અત્રથી નહીં પણ હેન્ડ સેનેટાઇઝરની કરવામાં આવ્યા. લગ્ન પછી ડિનર પણ સોશ્યલ ડિસ્ટેંસ સાથે કરવામાં આવ્યું. આમ તો લોકડાઉનના કારણે લગ્ન જેવી વિધિ કરવાની ના છે. (પ્રતિકાત્મક તસવીર)

તપાસ દરમિયાન સુરતનાં ચાર મેડિકલ સ્ટોર્સના માલિકો કાળા બજાર કરતા પકડાતા તેઓની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.

  • Share this:
સુરત : સરકારની સૂચના બાદ પણ હજુ સુરતમાં (Surat) મેડિકલ સ્ટોરના માલિકો  માસ્ક  (mask) અને સેનિટાઈઝરના (sensitizer) કાળા બજાર કરી રહ્યા છે. આવા વેપારીઓને સંકજામાં લેવાનુ ચાલુ રાખવામાં આવ્યુ છે. તપાસ દરમિયાન સુરતનાં ચાર મેડિકલ સ્ટોર્સના માલિકો કાળા બજાર કરતા પકડાતા તેઓની પાસેથી રૂ. 20 હજારનાં દંડની વસુલાત કરવામાં આવી હતી. જયારે એક મેન્યુફેકચરને 25 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

કોરાના વાયરસ (coronavirus) અંગે આપવામાં આવેલા દિશાનિર્દેશ પ્રમાણે સુરત શહેર અને જિલ્લામાં હેન્ડ માસ્ક તથા હેન્ડ સેનિટાઈઝરમાં વધુ ભાવ લેવા બાબતે કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા  અંતર્ગત ચકાસણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 861 જેટલા મેડિકલ સ્ટોરોની ચકાસણી કરવામાં આવી છે.  સુરત શહેરના નાનપુરા, સરથાણા અને ડુંભાલ વિસ્તારના નવ  મેડીકલ સ્ટોરની તપાસણી કરવામાં આવતા ડાયમંડ મેડીકલ સ્ટોર, (સરથાણા)  મકાણી ફાર્મસી, (સરથાણા)  મેસર્સ પાર મેડિકોલ, (નાનપુરા) તથા યુનિવર્સલ ફાયર એન્ડ સેફટી સોલ્યુશન (ડુંભાલ) એમ ચાર મેડીકલ સ્ટોર સામે ફેસ માસ્ક તથા હેન્ડ સેનિટાઈઝરમાં નફો વધુ રાખી વધુ ભાવ લેવામાં આવતું હોવાનું તપાસમાં જણાતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂ. 20 હજારનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દેશને મળી પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી મદદ

ઉપરાંત, સુરતનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિરીક્ષકો દ્વારા બમરોલી વિસ્તારમા વેલનોન પ્રોડકટસ, હરીઓમ ઈન્ડ. સોસાયટી-2, બમરોલીના ઉત્પાદકને ત્યાં માસ્કના પેકીંગ પર નેટ કવોન્ટીટી, છાપેલી કિંમત, પેકીંગ તારીખ વગેરે દર્શાવેલ ન હોવાનું માલુમ પડતા  રૂા.25 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ 
First published: March 24, 2020, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading