સુરત : ટોસીલીઝુમાબ ઇન્જેકશનના કાળા બજારમાં સંડોવાયેલ દવાની દુકાનના માલિકની થઇ ધરપકડ


Updated: July 14, 2020, 12:23 PM IST
સુરત : ટોસીલીઝુમાબ ઇન્જેકશનના કાળા બજારમાં સંડોવાયેલ દવાની દુકાનના માલિકની થઇ ધરપકડ
મિતુલ શાહ

  • Share this:
સુરત : કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ ઇન્જેકશનના  (tocilizumab injection) કાળાબજાર (Scam) કરવાના પ્રકરણમાં વેસુની મે. સાર્થક ફાર્માને એક વાયલના રૂા. 50,000ના ભાવ મુજબ 3 વાયલ વેચાણ કરનાર અડાજણના મે. ન્યૂ શાંતિ મેડિસીનના માલિકની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં  સાર્થક ફાર્માસંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને કારણે ઉંમર પોલીસે તપાસ તેજ કરી છે.

સુરતના ફુડ એન્ડ ડ્રગ વિભાગે કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ નામના ઇન્જેકશનની એમઆરપી રૂા. 40,545 હોવા છતા ઉંચા ભાવે વેચાણ કરી કાળાબજાર થતા હોવાનૌ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વેસુની મે. સાર્થક ફાર્માએ છૂટક વેચાણનો પરવાનો નહિ હોવા છતાં રૂા. 40,545 ની એમઆરપીના ટોસીલીઝુમાબ ઇન્જેકશન રૂા. 57,000માં બિલ વગર વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા. સાર્થક ફાર્માના માલિક ઉમા સાકેત કેજરીવાલએ ઇન્જેકશન પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી 10માં ન્યૂ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના રૂા. 50,000 ના ભાવે 3 વાયલના રોકડા ચુકવી ખરીદયા હતા.

ફુડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલા કૌભાંડમાં ઉપરોકત બે ફાર્મા પેઢી ઉપરાંત અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી, અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસ, સાર્થક ફાર્માના ઉમાબેનના અમદાવાદ ખાતે રહેતા સંબંધી અભિષેક અને અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી અને મુંબઇના ભાવેશ નામની પણ સંડોવણી બહાર આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : તું મમ્મીના ઘરે જઈશ તો હું મરી જઈશ નહિ તો તને મારી નાખીશ, પતિએ આપી ધમકી

આ પ્રકરણમાં ઉમરા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. જોકે,ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કર હતી. જેમાં ગતરોજ અડાજણની ન્યૂ શાંતિ મેડિસીનના માલિક મિતુલ મહેન્દ્ર શાહ ની ધરપકડ કરી હતી અને આજરોજ પોલીસ તેમને કોર્ટમાં રજુ કરશે.

આ પણ જુઓ - 

જયારે એમઆરપી કરતા વધુ ભાવે ઇન્જેકશન વેચાણ કરતા રંગેહાથ ઝડપાનાર મે. સાર્થક ફાર્માના ઉમાબેન કેજરીવાલની ઓફિસ અને ઘરે પોલીસે દરોડા પાડયા હતા. પરંતુ તેઓ અંડરગ્રાઉન્ડ થઇ જતા પોલીસને હાથ લાગ્યા  ન હતા. જેથી તેમને પકડી પડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો -  અમદાવાદ : હવે માસ્ક વગર બહાર નીકળ્યા તો 500 રૂ. દંડ, ગલ્લા પાસે થૂંકવા પર 10,000 રૂ વસૂલવા આદેશ
Published by: Kaushal Pancholi
First published: July 14, 2020, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading