સુરત : કરિયાણાની દુકાનમાં વેચાઈ રહ્યુ હતું અફીણ! પોલીસના દરોડામાં 4 કિલો જથ્થો, 11 લાખ રોકડા ઝડપાયા

સુરત : કરિયાણાની દુકાનમાં વેચાઈ રહ્યુ હતું અફીણ! પોલીસના દરોડામાં 4 કિલો જથ્થો, 11 લાખ રોકડા ઝડપાયા
અફીણના જથ્થા સાથે ઝડપાયેલો શખ્સ, 11 લાખ રોકડ પણ મળી આવી

જે સામાન્ય દુકાનમાં રોજનો 2-3 હજાર રૂપિયાનો વકરો ન થતો હોય ત્યાંથી લાખો રૂપિયાનું અફીણ લાખો રૂપિયા રોકડા મળી આવ્યા

  • Share this:
સુરતમાં સતત નશીલા પદાર્થનું ધૂમ (surat Narcotics products) વેચાણ થઈ રહ્યુ છે ત્યારે ગતરોજ સુરત SOG  પોલીસે  (SOG Surat) શહેરનાઉધના વિસ્તારમાં દરોડા પાડીને (Raid) અનાજ કારિયાણી દુકાનમાંથી (Grocery Store) નશીલા પદાર્થ અફીણનો  (4 KG Opium) 4 કિલો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે આ જથ્થો દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલો હોવાનું સામે આવતા પોલીસે દુકાનદારની ધરપકડ કરી હતી. કરિયાણાના માલ સામાન સાથે જાહેરમાં અફીણ વેચવાનું સાહસ કરનાર વેપારીને ભારે પડ્યું છે. સુરત  શહેર જે રીતે વિકાસ કરી રહ્યું છે તેજ રીતે સુરતમાં મેટ્રો શહેરની જેમ યુવાધન નશીલા પદાર્થના સેવન તરફ વળી રહ્યા છે ત્યારે સુરત પોલીસે છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ત્યારે સુરત એસઓજી પોલીસ સતત નશીલા પદાર્થનું વેચાણ કરત લોકોને શોધી રહી છે.

દરમિયાન એસઓજીને અંગત બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે સુરતના ઉધના વિસ્તારમાં એક ઈસમ અનાજ કરિયાણાની દુકાનની આડમાં અફીણનું વેચાણ કરે છે. જોકે પોલીસે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભાઠેનાથી રોકડીયા હનુમાન મંદિર BRTS રોડ નહેર ઉપર  હિંગળાજ સોસા મકાન નંબર 13માં દરોડા પાડ્યા હતા.આ પણ વાંચો : રાજ્યમાં દિવાળીમાં ફટાકડાં ફોડી શકાશે કે નહીં? રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

અહીંયા  સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત નામનો વ્યક્તિ જેનું મુળ વતન નિમ્બા ગામ તા.બાલેસર જી.જોધપુર  રાજસ્થાન છે તે ઝડપાયો હતો. આ વ્યક્તિ અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. પોલીસે આ ઈસમની દુકાનમાંથી અફીણ મળી આવ્યુંં હતું. જોકે 4 કિલો 797 ગ્રામ  નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. જેની  કિંમત 4 લાખ 79 હજાર થઈ છે. જોકે પોલીસે આરોપી પૂછપરછ કરતા અફીણ વેચામ કરેલ 11.80 લાખ  રૂપિયા પણ તેની દુકાનમાંથી મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : લોકડાઉન બાદ વેપાર બંધ થતા વેપારી બન્યો દારૂનો ખેપીયો, 243 બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો

જોકે, પોલીસે કુલ 16.65 લાખ રૂપિયા કબ્જે કરી આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ ઈસમ કેટલા સમય થી નાશીલ પદાર્થ નું વેચાણ કરે છે અને આ નશીલા પદાર્થ કયથી લાવિયો છે તે દિશામાં તપાસ પણ શરુ કરી છે. દરમિયાન જાહેરમાં એક કરિયાણાની દુકાનમાં ખુલ્લેઆમ અફીણ વેચતા શખ્સનું ડેરિંગ જોઈ પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. જે સામાન્ય દુકાનમાં રોજનો 2-3 હજાર રૂપિયાનો વકરો ન થતો હોય ત્યાંથી લાખો રૂપિયાનું અફીણ લાખો રૂપિયા રોકડા મળી આવતા આ વિષયમાં ઉંડી તપાસ કરવામાં આવે તો અન્ય આવા શખ્સો ઝડપાવાની પણ પોલીસને આશંકા છે.
Published by:Jay Mishra
First published:November 08, 2020, 08:57 am

ટૉપ ન્યૂઝ