સુરત : પૂર્વ પ્રેમિકાને બદનામ કરવા Facebookમાં ફેક ID બનાવી કોલગર્લ તરીકે ચીતરી


Updated: December 29, 2019, 11:59 AM IST
સુરત : પૂર્વ પ્રેમિકાને બદનામ કરવા Facebookમાં ફેક ID બનાવી કોલગર્લ તરીકે ચીતરી
પ્રતિકાત્મક તસવીર

સુરતની 24 વર્ષીય પરિણીતાને બદનામ કરવા મુંબઈના પૂર્વ પ્રેમીનું કારસ્તાન, ફેસબૂકમાં નકલી ID બનાવી બિભત્સ ફોટા પણ અપલોડ કર્યા

  • Share this:
સુરત : સુરતની પાલિકામાં કોન્ટ્રાકટમાં નોકરી કરતી અને ડિંડોલીમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં અશ્લીલ ફોટા અને લખાણો કરનાર યુવકને પોલીસે ઝડપી પડ્યો હતો. પોલીસની પૂછપરછમાં યુવકે પ્રેમ સંબંધ બાદ લગ્ન નહિ કરનાર યુવતી ને બદનામ કરવા આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યું હતું.

બનાવની વિગત એવી છે કે 'સુરતના ડંડોલી વિસ્તારમાં રહેતી અને  મહાનગર પાલિકામાં કોન્ટ્રાક હેઠળ કામ કરતી યુવતીનું ફેસબુક પર કોઈ ઈસમ દ્વારા ખોટું એકાઉન્ટ બનાવામાં આવ્યુ હતું. જોકે, આ એકાઉન્ટમાં આ મહિલાના બીભત્સ ફોટો મૂકીને તેના પર બિભિત્સ લખાણ સાથે તેને કોલગર્લ તરીકે ચીતરવામાં આવી હતી.

આ પણ વાંચો :  સુરત : બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાનથી લાવેલા 128 બાળકો છોડાવાયા

જોકે આ મામલે મહિલા દ્વારા ફરિયાદ કરતા પોલીસે મુંબઈ થાણેના જીબી રોડ પર પટલી પાડા ખાતે રહેતા 30 વર્ષીય વિજય ગૌતમ રાયજી સાતદિવેની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સની પોલીસે પૂછપરછ કરતા તેણે પોલીસ સામે કબૂલાત કરી હતીકે આ મહિલા સાથે તેને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતા અને લગ્નની વાત કરતા આ મહિલાને તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

આરોપી વિજય સાતદિવે મુંબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ પર્સન તરીકે નોકરી કરે છે.


આ પણ વાંચો :  સુરત બાળતસ્કરી કેસ : 'બે પલંગ રહી શકે એટલા રૂમમાં 20-25 બાળકો રખાયા હતા'મહિલાએ અન્ય યુવક સાથે લગ્ન કરતા પગલું ભર્યુ

જોકે, મહિલા દ્વારા તેનો લગન નો પ્રસ્તાવ નહિ સ્વીકારી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા જેને લઈને આ યુવક આ યુવતીથી નારાજ હતો અને બદલો લેવા માટે તેને અદાવતમાં તેને બદનામ કરવા માટે ફેસબુક પર તેના નામનું બોગસ એકાઉન્ટ બનાવી તેમાં મહિલાના ફોટો અપલોડ કરી બિભત્સ કૉમેન્ટ કરી હતી. જોકે યુવકના આ નિવેદને લઈને પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી વિજય સાતદિવે મુંબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ પર્સન તરીકે નોકરી કરે છે.
First published: December 29, 2019, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading