સુરત : દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, બૂટલેગરોનો આઇડિયા જાણી પોલીસ આશ્ચર્યચકિત!

સુરત : દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, બૂટલેગરોનો આઇડિયા જાણી પોલીસ આશ્ચર્યચકિત!
પોલીસે આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

સુરતની એસઓજી અને પીસીબીએ અડાજણ વિસ્તારમાંથી જથ્થો પકડ્યો જેની હેરફેર માટે અલગ ટેકનિક વાપરવામાં આવી હતી.

  • Share this:
સુરત : સુરત શહેરમાં (Surat) અડાજણ વિસ્તારમાંથી પોલીસ દ્વારા દારૂ અને બીયરનો (Liquor) મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત એસઓજી (SOG) અને પીસીબીને (PCB) મળેલી બાતમીના આધારે શહેરના પુણા સારોલી ગેટની સામે આવેલી કુબેરજી સનરાઇઝ વર્લ્ડ ટ્રાવેલ્સમાં આવેલો દારૂ બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો મંગવનાર ઈસમની દુકાનમાંથી પણ જથ્થો મળી આવ્યો હતો. જોકે, કોરોના કાળમાં બૂટલેગરોએ (Bootleggers) દારૂની હેરફેરની નવી ટેકનિક શોધી હતી જેના વિશે જાણીને પોલીસ (Police) પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી.

બનાવની વિગતો એવી છે કે ગતરોજના રોજ પીસીબી અને એસોઓજી દ્વારા પેટ્રોલિગ દરમિયાન બાતમીના આધારે કુબેરજી વર્લ્ડ સનરાઇઝ ટ્રાવેલ્સમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસને ત્યાંથી પોલીસને દારૂ અને બીયરનો 1,34,600 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો મહારાષ્ટ્રના મુંબઈ અને કલ્યાણથી પાર્સલ મારફતે મંગાવવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ જથ્થો રાજ રોહરાએ મંગાવ્યો હતો. આ જથ્થો ન્યૂ અજંતા ટ્રાન્સપોર્ટ ઉલ્લાસનગરથી સંજય કારીઆએ મોકલ્યો હતો જ્યારે તેને કિશન ભાવનાનીએ સુરતથી મંગાવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ : ધોળા દિવસે થયેલી 85 લાખના દાગીનાની લૂંટનું રહસ્ય ઉકેલાયું, 4 લૂંટારૂં ઝડપાયા

દરમિયાન પોલીસે અડાજણ કેનાલ રોડ ખાતે આવેલી રાજ વર્લ્ડની દુકાન નંબર 403માં દરોડા પાડ્યા હતા જેમાં કુલ 1,53,600નો જુદી જુદી બ્રાન્ડનો દારૂ બીયરનો જથ્થો અને મુદ્દામાલ મળી આવ્યા હતા. આ દુકાન કિશન ભાવનાની હતી જેથી પોલીસે તેની સામે કાયદસેરની કાર્યવાહી કરી હતી. આમ કુલ 2,88,160 રૂપિયાનો માતબાર મુદ્દામાલ પોલીસને મળી આવ્યો છે.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

પોલીસે આ કેસમાં રાહુલ રામચંદાણી ઉલ્લાસનગર, વિક્કી ટેકવાની સુરત, અને મયુરને વોન્ટેજ જાહેર કર્યા છે જ્યારે કિશનની પોલીસે ધરપકડ કરી હતી. આમ એસઓજી અને પીસીબીએ સંયુક્ત ઑપરેશન પાર પાડી અને ચોરી છૂપીથી ગેરકાયદેસર દારૂની હેરફેર કરનાર બૂટલેગર ગેંગનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો : સુરત : પૂર્વ ધારાસભ્યએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી, દર્દીઓ માટે જાતે આપી રહ્યા છે સેવા- Viral Video

આમ પોલીસ પણ બૂટલેગરોની ગેંગની દારૂની હેરફેરની ટેકનિકનો પર્દાફાશ કર્યો હતો જેમાં ટ્રાન્સપોર્ટરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, કોરોનાકાળમાં પણ બૂટલેગરોને રાહતનો દમ નથી.
Published by:Jay Mishra
First published:May 09, 2021, 11:36 am

ટૉપ ન્યૂઝ