સુરત : જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થઈ ગયો હતો 'આંબો,' વેશ બદલી નાખ્યો છતાં ઝડપાઈ ગયો

સુરત : જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થઈ ગયો હતો 'આંબો,' વેશ બદલી નાખ્યો છતાં ઝડપાઈ ગયો
સુરત પોલીસે ઝડપી પાડેલો કુખ્યાત શખ્સ પ્રવિણ કોળી ઉર્ફે 'આંબો'

કાનૂન કે હાથ લંબે હોતે હે! ગંભીર પ્રકારના અનેક ગુનાનો આરોપી પેરોલ પર લાજપોર જેલમાંથી છૂટ્યા બાદ થઈ ગયો હતો ફરાર, જાણો પોલીસે ક્યાંથી ઝડપી પાડ્યો

  • Share this:
સુરતના (Surat) ડીંડોલી (Dindoli) પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઇસમને પોલીસે લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો. જોકે આરોપી ચાર મહિના પહેલા પેરોલ પર છૂટ્યા બાદ ભાગી છૂટ્યો હતો. જોકે આરોપી પોતાનો વેશ બદલીને રાજેસ્થાનના અજમેર ખાતે રહેતો હતો. પોલીસે આ ઇસમે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સુરતમાં છેલ્લા કેટલ સમયથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા અને ખાસ કરીને ગુનો આચાર્યા બાદ પોલીસ પકડથી દૂર હોય તેવા ઇસમોને પકડી પાડવા માટે સતત પોલીસ ને બાતમીદારોના નેટવર્કને સદ્ઘર કરવા માટેની સૂચના આપ્યા બાદ સતત આરોપી પકડી પડવાની કામગીરી સુરત પોલીસ કરી રહી છે.



આ પણ વાંચો :  સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

ત્યારે ડીંડોલી વિસ્તારમાં અનેક ગુનામાં સંડોવયેલા અને માથા ભારે ઇસમની છાપ ધરાવતો પ્રવીણ ઉર્ફે આંબો કોળીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આરોપી દ્વારા આજથી ચાર મહિના પહેલા જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે ખૂન લૂંટ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપી પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં હાજાર થવાની જગ્યા પર ભાગી છૂટ્યા હતા.

જોકે પોલીસ પકડમાં ન આવે તે માટે પ્રવિણ વેશ બદલીને રહેતો હતો. જોકે આ ઈસમ વેશ બદલીને રાજસ્થાનના અજમરે ખાતે રહેતો હોવાની વિગત પોલીસને મળતા પોલીસે એક ટીમ બનાવી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : કોડિનાર : છકડો રીક્ષા વચ્ચે અચાનક શ્વાન આવતા પલટી, મહિલાનું મોત, અકસ્માત CCTVમાં કેદ

જોકે એક વખત આરોપી બદલતા વેશને લઇને તેને ઓળખી શકી ન હતી જોકે, ડીંડોલી પોલીસે આરોપી ફરી જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જોજે આવ અનેક આરોપી હજુ પણ પોલીસ પકડથી હજુ પણ દૂર છે ત્યારે આવા આરોપીને સુરત પોલીસ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છેત્યારે આગામી દિવસ અનેક આરોપી પોલોસ પકડવા ખાસ ટિમ બનાવી છે.
Published by:Jay Mishra
First published:March 05, 2021, 14:21 pm

ટૉપ ન્યૂઝ