સુરત : મહિલાઓને પ્રેગનન્સી રહે તેવી કીટ વેચી કરતા હતા છેતરપિંડી, જમાદારની 'હત્યા'નો કર્યો પ્રયાસ

સુરત : મહિલાઓને પ્રેગનન્સી રહે તેવી કીટ વેચી કરતા હતા છેતરપિંડી, જમાદારની 'હત્યા'નો કર્યો પ્રયાસ
જમાદારની હત્યાના પ્રયાસમાં ઝડપાયેલે ગેંગનું કારસ્તાન

બે દિવસ પહેલાં આ ગેંગ દ્વારા ગાડીમાં દિલ્હી ગેટ વિસ્તારમાં જમાદારને કારથી ટક્કર મારી અને હત્યાની કોશિષ કરી હતી. મોટો પર્દાફાશ

  • Share this:
ગત શનિવારના રોજ દિલ્હી ગેટ પાસે કેટલાક ઈસમોએ પોલીસ જમાદાર ને કારથી ઉડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં પોલીસે કારના નંબરના આધારે ગેંગની ધરપકડ કરી છે જો કે આ ગેંગ ઝડપાયા બાદ તેની પાસેથી ચોંકાવનારી માહિતી સામે આવી છે ધ્યાન દ્વારા ચોક બજાર અને કતારગામ વિસ્તારમાં મહિલાઓને નિશાન બનાવી પ્રેગ્નન્સી રહે તેવી દવા અને કીટ આપવાનો દાવો કરી તેઓની પાસેથી રૂપિયા પણ પડાવતી હતી. જોકે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

સુરતમાં દિલ્હી ગેટ પોલીસ જમાદાર ને કારથી ઉડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. શહેર પોલીસની ટ્રાફિક શાખના રિજીયન 2 ના સર્કલ 5માં ફરજ બજાવતા હે. કોન્સ્ટેબલ નાનસિંગ વાલસિંહ સ્ટાફ સાથે સ્ટેશન દિલ્હી ગેટ ચાર રસ્તા ખાતે ફરજ બજાવી રહ્યા હતા.આ પણ વાંચો :  સુરતમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહેતા નાસભાગ, શું નાગરિકોની કોઈ જવાબદારી જ નથી?

દરમ્યાનમાં અમીષા ચાર રસ્તા તરફથી આવી રહેલી અર્ટીગા કાર નં. જીજે-26 એન-1508 ની પાછળ લોકોનું ટોળું દોડી રહ્યું હતું અને પકડો...પકડો..ની બુમો પાડી રહ્યું હતું. જેથી હે. કો. નાનસિંહે રોડની વચ્ચે ઉભા રહી કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર અટકાવવાને બદલે પુર ઝડપે હંકારતા હે. કો નાનસિંહને અડફેટમાં લેવાનો પ્રયાસ કરતા સ્વબચાવ માટે જમ્પ મારતા તેઓ કારના બોનેટ પર ચડી ગયા હતા.

તેમ છતા હિંમ્મત દાખવી હે. કો નાનસિંહએ કાર ઉભા રાખવા બુમો પાડી હતી પરંતુ ચાલક 300 મીટર સુધી કાર હંકારી ગયો હતો અને વાંકીચુકી ચલાવતા હે. કો. નાનસિંહ રોડ પર પટકાતા તેમને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઘટનાને પગલે ફિલ્મી દ્વશ્યો સર્જાયા હતા અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું તથા દિલ્હી ગેટ પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો અને ટીઆરબીનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત હે. કો. નાનસિંહને તુરંત જ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા.

આ પણ વાંચો : લાપતા તાંત્રિક સાથે મામા-ભાણેજનાં મૃતદેહ મળ્યા, 'મોક્ષ પ્રાપ્તી' માટે આપઘાત કર્યો હોવાની આશંકા

ઘટનાને પગલે મહિધરપુરા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી. જો કે ઘટનાના પગલે પોલીસે કારના નંબરના આધારે પોલીસે શહેરમાં નાકાબંદી કરી હતી. આરોપીઓ વેસુ-વીઆઈપી રોડ ખાતે કાર મુકીને નાસી ગયા હતા. બાતમીના આધારે પોલીસે સોનગઢથી કારમાં સવાર આરોપીઓ ગીરીશ બોરકર, ભગતસિંહ ઉર્ફ કાલુ પાટીલ અને સુનિલગીરી ઉર્ફ બોન્ડ સબરગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યા છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.

આ ટોળકી ચોકબજાર-કતારગામ વિસ્તારમાં નિ:સંતાન મહિલાઓને પ્રેગ્નેન્સી રહે એવી દવા અને કિટ આપવાનો દાવો કરીને તેમની પાસેથી 50 હજારથી એક લાખ રૂપિયા પડાવતી હતી. સોનગઢ વિસ્તારમાં આકાશગીરી ઉર્ફ ગીરી વૈધ રાજેશગીરી ગોસ્વામી છેલ્લા ત્રણેક મહિનાથી જે મહિલાઓને સંતાન ન થતા હોય તેમને 50 હજારથી એક લાખ રૂપિયા સુધીની દવા આપતો હતો સાથે એક કીટ પણ આપતો હતો. જ્યારે તે મહિલાઓ સોનોગ્રાફી કરાવે કે ગાયનેલોજીસ્ટને બતાવે ત્યારે તેઓને પ્રેગ્નેંસી નથી એવી ખબર પડતી હતી.

આ પણ વાંચો :  સુરત : કોરોના અને કર્ફ્યૂના માહોલમાં તાયફો, જાહેરમાં જન્મદિનની ઉજવણી, આતશબાજી પણ કરી

એટલે આકાશગીરી અને તેની ટોળકી મહિલાઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને રૂપિયા પડાવતા હતા. સુરતમાં ચોકબજાર-કતારગામ વિસ્તારમાં ઘણા દંપત્તીઓને દવા આપી હતી. શનિવારે ટોળકી રૂપિયા લેવા આવી પરંતુ લોકોને તેમની અસલીયત ખબર પડી જતા તેઓ ભાગી રહ્યા હતા ત્યારે જમાદારને ઉડાવી દીધો હતો. જો કે આ આરોપીઓએ શહેરના કેટલા લોકો સાથે આવી રીતે ઠગાઈ કરી છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:November 23, 2020, 18:05 pm