Home /News /south-gujarat /

સુરત: શાકભાજી લેવા નીકળેલી 4 મહિલા ઝડપાયા બાદ થોડા કલાકોમાં તમામના પતિ પણ લટાર મારતા ઝડપાયા

સુરત: શાકભાજી લેવા નીકળેલી 4 મહિલા ઝડપાયા બાદ થોડા કલાકોમાં તમામના પતિ પણ લટાર મારતા ઝડપાયા

બીજી તરફ મુંબઇનું બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 1,511 નવા કેસ સામે આવતા જ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 78,708 થઇ ગઇ છે. બીએમસીએ કોવિડની જાણકારી આપતા કહ્યું કે કોવિડ 19થી 75 વધુ દર્દીઓની મોત થઇ છે. આ ઘાતક વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 4,629 થઇ ગઇ છે. બીએમસીએ બુધવારે જણાવ્યું કે 621 દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી 44,791 દર્દી આ રોગથી ઠીક થયા છે.

સુરત : કોરોના વાયરસનાં કહેરને કારણે લૉકડાઉન ચાલી રહ્યુંં છે ત્યારે સુરતમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ હતો તેવામાં ગતરોજ સવારે શાકભાજી ખરીદવા બહાને લટાર મારવા નીકળેલી ચાર મહિલાઓને સરથાણા પોલીસે ખોડલધામ ફાર્મ પાસેથી ઝડપી લીધી હતી એક કલાક બાદ પોલીસે ચાર મહિલાઓ પૈકી ત્રણ મહિલાના પતિ સહિત ચારને અને તેના એક કલાક બાદ એક મહિલાના પતિ સહિત ચારને સીમાડા નહેર મેલડી માતાના મંદિર પાસેથી રખડતા ઝડપી લીધા હતા.

શાકભાજી લેવાના બહાને કેટલાક લોકો લટાર મારવા નીકળતા હોય છે ત્યારે સરથાણા પોલીસ ગતરોજ  સવારે 8.15 ના અરસામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે રસ્તા ઉપર ચાર મહિલા પસાર થતી હોય તેમને અટકાવી હતી. ચારેય મહિલા ભાવનાબેન કિશોરભાઈ લાખાણી, નયનાબેન મુકેશભાઈ સાવલીયા,
મધુબેન પોપટભાઈ મિયાણી  અને જયશ્રીબેન મનસુખભાઇ સખવાળાની પૂછપરછ કરતા તમામ મહિલાએ શાકભાજી ખરીદવા નીકળી હોવાનું જણાવ્યું હતું. શાકભાજીના વેચાણ ઉપર પ્રતિબંધ હોવાથી આ તમામ મહિલા લટાર મારવા નીકળતા પોલીસે તેમના વિરુદ્ધ લૉકડાઉનનો ભંગ બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જામીન પર મુક્ત કરાઈ હતી જોકે ત્યાર બાદ એક કલાક બાદ સવારે 9 વાગે સરથાણા પોલીસ  મેલડી માતાના મંદિર પાસે ચાર પુરુષ વિના કારણે રખડતા મળ્યા હતા. રત્નકલાકાર જીવરાજભાઈ વાલજીભાઇ બલર,
જોબવર્કનું કામ કરતા પોપટભાઈ સવજીભાઈ મિયાણી, રત્નકલાકાર મનસુખભાઇ ધીરુભાઈ સખવાળા  અને રત્નકલાકાર કિશોરભાઈ ફુલાભાઇ લાખાણી  તરીકે થઇ હતી. ચારેયની અટકે કરાઈ હતી.

આ પણ વાંચો - મુસાફરોને ખાનગી કારમાં રેલવે સ્ટેશન લેવા-મૂકવા જઇ શકાશે, આ નિયમોનું પાલન કરવું પડશે

જોકે, એક કલાક પહેલા પકડાયેલ મહિલા પતિ હોવાની વિગત બહાર આવી હતી જેમાં મધુબેન પતિ પોપટભાઈ,જયશ્રીબેન પતિ મનસુખભાઇ અને ભાવનાબેનના પતિ કિશોરભાઈની પકડાયાનાં એક કલાક બાદ તમામના પતિ લટાર માર્ટા ઝડપાયા હતા. પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જોકે, આ ઘટના 3 કલાકાએ પોલીસે અન્ય વિસ્તારમાંમાંથી ચાર લોકો ઝડપી પાળ્યા હતા.

જેમાં10 વાગ્યે સીમાડા નહેર મેલડી માતાના મંદિર પાસેથી બીજા ચાર પુરુષ રત્નકલાકાર જીજ્ઞેશભાઈ ભીખાભાઇ ગોયાણી, ખાનગી નોકરી કરતા મુકેશભાઈ બાલુભાઈ સાવલીયા,  મૂળ બોટાદના ખેડૂત સુખાભાઈ ધીરુભાઈ સાવલીયા,  મૂળ સુરેન્દ્રનગરના શાકભાજીના વેપારી કરણભાઇ બાબુભાઇ સોવસીયા પણ રખડતા મળી આવ્યા હતા. તેમની પણ લૉકડાઉનના ભંગ બદલ અટકાયત કરી હતી. તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારે ખુલાસો થયો હતો કે સવારે ઝડપાયેલી ચાર મહિલાઓમાં અગાઉ જે ત્રણ મહિલાના પતિ પકડાયા હતા તે સિવાયની મહિલા નયનાબેનના પતિ મુકેશભાઈ હવે પકડાયા હતા. આમ પોલીસે  તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ લોકોની ધરપકડ કરી હતી.

આ પણ જુઓ - 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lockdown, Surat police, Vegetable, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन