સુરત ના વરાછાની હેતલ જેમ્સના કરોડોનાઉઠમણાં કેસની તપાસ આર્થિક નિવારણ શાખાને સોપી દેવાઈ છે . ચકચારી આ કેસમાં હેતલ જેમ્સના ભાગીદારો પૈકી પોલીસની પ્રાથમિક તપાસમાં જોધાણી જેમ્સના રૂપિયા 5.40 કરોડ ઉપરાંત અન્ય 11 પેઢીના 10.77 કરોડ સલવાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે . ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે .
મૂળ અમરેલી જિલ્લા ના લાઠી તાલુકાના જરખિયા ગામના વતની ને હાલમાં સુરત ના વરાછા હીરાબાગ ખાતે ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જયરાજભાઈ આંબાભાઈ જોધાણી હીરાના વેપારી છે . વરાછા હીરાબાગ ખાતે બચકાનીવાલા કંપાઉન્ડમાં જોધાણી એક્સપોર્ટના નામે હીરાનું કારખાનું ચલાવે છે . વરાછામાં મીનીબજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં હેતલ જેમ્સના નામે ધંધો કરતા દિનેશ છોડવડિયા , કિશન છોડવડિયા અને તનસુખ વાણિયાએ જયરાજભાઈ સાથે ફ્રોડ કર્યુ હતુ .
આ ત્રણેય ભાગીદારોએ 90 દિવસમાં પેમેન્ટત ચૂકવી દેવાની ખાત્રી આપી જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2020 માં અલગ - અલગ તારીખે 923.12 કેરેટ વજનના રૂપિયા 2.70 કરોડના તૈયાર કરાવી હીરા જયરાજભાઈ પાસેથી લીધા હતા. જોકે લીધેલા માલમાંથી 58.13 લાખનું પેમેન્ટ ચૂકવી દેવાયું હતુ જ્યારે 2.12 ૨ કરોડના પેમેન્ટમાં વિલંબ થયો હતો.
આ પણ વાંચો : અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, બ્લેકમેલ કરી શારિરીક સંબંધો બાંધ્યા
ત્યારબાદ તનસુખ ઈ વાણિયાએ મોટા ઓર્ડરની વાત કરી જયરાજ ભાઈ પાસે વધુ રૂા .3.28 કરોડના હીરા ખરીદ્યા હતા . આમ , કુલ્લે રૂપિયા 5.40 કરોડના હીરાનું પેમેન્ટ લેવાનું બાકી હોય જયરાજભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી.
જોકે , છોડવડિયા પિતા - પુત્ર અને તનસુખ વાણિયા વાયદાનો વેપાર કર્યા બાદ ઓફિસને તાળા મારી ભાગી ગયા હતા . ભાગીદારો પૈકી તનસુખ વાણિયા પેમેન્ટ ચૂકવી દેવાયું હોવાની ખોટી ચિઠ્ઠી લખી ક્યાંક ચાલ્યો ગયો હતો . આખરે ચીટિંગનો ભોગ બનેલા જયરાજ જોધાણીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે તનસુખ માધાભાઈ વાણિયા દિનેશ કુરજીભાઈ છોડવડિયા માં અને કિશન દિનેશભાઈ છોડવડિયા જે સામે 5.40 કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.
વધુમાં હેતલ જેમ્સના ચીટિંગનો આંકડો ઘણો મોટો હોવાના કારણે આ ગુનાની તપાસને આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી દેવાઈ હતી .જોકે ગુનાનિવારણ શખા દ્વારા તપાસ શરૂ ગણતરીના કલાકોમાં જ ભાગીદારો પૈકી પિતા - પુત્ર દિનેશ છોડવડિયા અને તેમના પુત્ર કિશન છોડવડિયાને તેમના ઘરેથી ઊંચકી લીધા હતા .
આ પણ વાંચો : સુરત : 'ખંડણીના પૈસા નહીં આપો તો બાંધકામ તોડાવી નાખીશ,' કુખ્યાત 'બાપ્ટી' અને 'મીંડીનો આતંક
પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે . પ્રાથમિક તપાસમાં હેતલ જેમ્સના ભાગીદારોએ અન્ય હીરા પેઢીઓને પણ ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે . હીરાદલાલ ભુપત ઠુમ્મર હસ્તક 11 હીરા પેઢીઓએ હેતલ જેમ્સ સાથે બિઝનેસ કર્યો હતો . આ 11 પેઢીના 10.77 કરોડ ડૂબી ગયા હોવાનું ખૂલ્યું છે . ભોગ બનનારા વધુ વેપારીઓ આગામી દિવસોમાં બહાર આવે તેવી શક્યતા છે .