સુરત : મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

સુરત : મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ
પ્રતિકાત્મક તસવીર

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સોસાયટીમાં મહિલા બ્રાન્ડેડ કંપનીના દારૂને કેમિકલ નાખી નકલી માલ બનાવતી હતી.

  • Share this:
સુરત : સુરતમાં (Surat) દારૂબંધીના ધજાગરા (Liquor Ban) ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા (Pandesara Surat) વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા એક મહિલાના ઘરમાંથી દારૂ બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. આ મહિલા (Woman caught with Liquor) બ્રાન્ડેડ કંપનીનો દારૂ કેમિકલ નાખી અને તેને નવી રીતે મેન્યૂફેક્ચરિંગ કરી અને વેપલો કરી રહી હતી. પોલીસે સમગ્ર ઘટના જોઈ તો ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. આમ સુરતમાંથી દારૂ બનાવવાનું યુનિટ મળી આવ્યું છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે સુરતની પાંડેસરા પોલીસે શુક્રવારે મધરાત બાદ આશાપુરી સોસાયટી વિભાગ 2 માં વિધવાના ઘરે છાપો મારી હલકી કક્ષાનો દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું. અહીં બ્રાન્ડેડ કંપનીની વ્હીસ્કીની બોટલમાં કેમિકલ ઉમેરી તેના ઉપર સ્ટીકર લગાવી બાદમાં વિધવાની સાસુનો ગોલવાડમાં રહેતો ધર્મનો ભાઈ ત્યાં દારૂ વેચતો હોવાની આશંકા છે.આ પણ વાંચો :  સુરત : નશાની હાલતમાં યુવકને આપઘાત કરવાનું નાટક ભારે પડ્યું, ફાંસો લાગી જતા મોત, બે સંતાનોએ પિતા ગુમાવ્યા

કોરોના મહામારી વચ્ચે દારૂની મેગ વધી રહી છે ત્યાર દબાણ થી સુરત હટે દારૂ નથી આવતો આ સમયે દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા બુટલેગર નકલી દર બનવાનો સાહરુ કરીયો હોવાનું સામે આવતા પાંડેસરા પોલીસે  મળેલી બાતમીના આધારે  સ્ટાફે મહિલા પોલીસને સાથે રાખી શુક્રવારે મધરાત બાદ પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ 2 પ્લોટ નં.152 માં વયોવૃદ્ધ સાસુ સાથે રહેતી વિધવા ભારતીબેન રાજેશભાઈ રાણાના ઘરે છાપો માર્યો હતો. પોલીસને અંદરના રૂમમાંથી બ્રાન્ડેડ કંપનીની વ્હીસ્કીની ત્રણ બોટલ, 31 ખાલી બોટલ, 82 બુચ, કેમિકલ ભરેલી પ્લાસ્ટીકની બે બોટલ અને પતરાનું પીપ મળી આવ્યું હતું.

પોલીસે કુલ રૂ.13,895 નો મુદ્દામાલ કબ્જે કરી ભારતીબેનની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તેની સાસુના ધર્મના ભાઈ રાકેશ પ્રવિણચંદ્ર રાણા સાથે મળી બ્રાન્ડેડ કંપનીની વ્હીસ્કીની બોટલમાં કેમિકલ ઉમેરી તેના ઉપર સ્ટીકર લગાવી બાદમાં વેચતા હતા. તે માટે તમામ સામગ્રી રાકેશ લઈ આવતો હતો અને તે જ ગ્રાહકોને હલકી કક્ષાનો દારૂ ઓરીજીનલ કહી વેચતો હતો.

કેન્સરની બિમારીમાં પતિને ગુમાવનાર ભારતીબેનને સાસુનો ધર્મનો ભાઈ રાકેશ ક્યાં દારૂ વેચતો હતો તેની જાણ ન હતી. જોકે, રાકેશ ગોલવાડનો રહેવાસી હોય અને ત્યાં બૉમ્બ તરીકે હલકી કક્ષાનો દારૂ વેચાતો હોય પોલીસને આશંકા છે કે રાકેશ તમામ દારૂ ગોલવાડમાં જ વેચતો હશે.

જોકે, હકીકત તો તે ઝડપાયા બાદ જ જાણવા મળશે. પોલીસને સ્થળ ઉપરથી પ્લાસ્ટીકની બે બોટલમાં જે કેમિકલ મળ્યું હતું તે કયું છે ? કેટલું હાનિકારક છે તે જાણવા એફએસએલમાં સેમ્પલ મોકલ્યા છે. પાંડેસરા પોલીસે ભારતીબેન અને રાકેશ વિરુદ્ધ ગુનો નોંધી ભારતીબેનની ધરપકડ કરી રાકેશને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગરબાડામાં પીકઅપ ડાલું પલટી જતા લાખો રૂપિયાની દારૂ બીયરનો જથ્થો સળગ્યો

દરમિયાન રાજ્યના દાહોદ જિલ્લામાંથી પણ આજે દારૂ મળી આવ્યાની ઘટના સામે આવી છે. ગત રાત્રિના દારૂ ભરી જઈ રહેલું પિકઅપ ડાલું પલટી મારી જતા લાખો રૂપિયાનો દારૂ-બીયરનો જથ્થો આગની લપેટમાં બળીને ખાક થયો હતો. આમ રવિવારની રજાના દિવસે રાજ્યમાં દારૂની બે ઘટના ઘટી છે.
Published by:Jay Mishra
First published:November 29, 2020, 12:28 pm

ટૉપ ન્યૂઝ