સુરત : રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસે શ્વાનને આપી 'સજા,' Video થયો વાયરલ

સુરત : રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસે શ્વાનને આપી 'સજા,' Video થયો વાયરલ
સુરત પોલીસે શ્વાન સામે પણ કાર્યવાહી કરતા તપાસના આદેશ

રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ યુવક સાથે શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવી ઉચ્ચ અધિકારીને જાણ થતા તપાસનો આદેશ

  • Share this:
કોરોના મહામારી વચ્ચે સુરતમાં (Surat Night Curfew) રાત્રી કર્ફ્યૂને લઇને પોલીસે (Surat Police) એવી કામગીરી કરી કે તે જાણીને તમને પણ નવાઈ લાગશે રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસે સ્વાનને (Dog) પોલીસ મથકે લાવીને આખીરાત બાંધી રાખ્યો હોવાના વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો હતો. જોકે શ્વાનને આપેલી આ તાલીબાની સજાનો વીડિયો સામે આવતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે. કોરોના મહામારીમાં લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તે માટે સરકાર દ્વારા રાત્રી કર્ફયૂ લાદવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા લોકો કોરોના ગાઇડ લાઇનના આ નિયમનું પાલન ન કરે તો તેની સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં એક એવી ઘટના બની છે જે જાણીને એકવાર તમે પણ વિચારવા પર મજબૂર થઇ જશો.આ પણ વાંચો : સુરત : યુવકે પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, હાથપગ બાંધી કારમાં સાથે જીવતો સળગાવ્યો

બનાવની વિગતો એવી છે કે સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતો એક બાળક પોતાના ઘરે રહેલા શ્વાનને રાત્રે આઠ વાગ્યા બાદ શૌચક્રિયા કરાવવા માટે ઘરથી નજીક માત્ર 50 મીટર દૂર લઇને નીકળ્યો હતો.તે સમયે ત્યાં પ્રેટ્રોલિગમાં રહેલ પોલીસ આવી ગઈ હતી અને પોલીસના જાહેરનામાંના ભંગ બદલ આ બાળકની તો અટકાયત કરી સાથે તેના શ્વાનની પણ અટકાયત કરી તેને પણ પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરી આ શ્વાનને પણ પોલીસ મથકે લઈ આવી હતી અને આખી રાત અબોલ શ્વાનને પોલીસ મથકની બહાર ગંદકીવાળા ચપ્પલોની બાજુમાં સાંકળથી બાંધી દીધો હતો.

સુરત : તાપીના પાળેથી મળી આવેલા યુવકના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું, હત્યાનો ગુનો નોંધાયો

આમ રાત્રિ કર્ફ્યૂનાં ભંગ બદલ શ્વાનને સજા આપવામાં આવી હોય એવો દેશનો આ સંભવત: પ્રથમ કિસ્સો સુરત પોલીસના સિદ્ધીમાં આવ્યો છે ત્યારે સોશિય મીડિયામાં આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ ગયો છે. જોકે, પોલીસ આ મામલે બાળકના માતાપિતાન ઠપકો આપી શકતી હતી પરંતુ શહેરભરના શ્વાન રાખતા પરિવારનો જાણે કે આડકતરો સંદેશો આપ્યો હોય તેમ પોલીસે શ્વાનને પણ 'સજા' આપી હતી.
Published by:Jay Mishra
First published:April 28, 2021, 15:49 pm

ટૉપ ન્યૂઝ