સુરત : અસલી નોટ બતાવી ચિલ્ડ્રન બેંકની નોટ પધરાવતા ગઠિયા ઝડપાયા

News18 Gujarati
Updated: October 19, 2019, 5:40 PM IST
સુરત : અસલી નોટ બતાવી ચિલ્ડ્રન બેંકની નોટ પધરાવતા ગઠિયા ઝડપાયા
સુરતની પુણા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે 4 આરોપી ને 2 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન્સ બૅન્કની નોટ સાથે ઝડપી પાડ્યા

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના પુણા ગામ વિસ્તારમાંથી પોલીસે ચાર ઠગોને ઝડપીને તેમની પાસેથી બે કરોડની ડુપ્લિકેટ નોટ કબ્જે કરી હતી. પકડાયેલા ઠગો અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવી દઈ ઠગાઈ કરે તે પહેલાં જ પોલીસના હાથ ઝડપાઈ ગયા હતા.

બનાવની વિગતો એવી છે કે સુરતના પુણા પોલીસ ના જાપ્તા માં ઉભેલા આ ત્રણેય આરોપી ઠગાઈ ને અંજામ આપતા હતા, તે પણ અસલી નોટ બતાવી ડુપ્લિકેટ નોટ પકડાવીને ઠગાઈ કરતા હતા. જોકે, આખરે સુરત પોલીસે ભાંડો ફોડી નાંખ્યો અને તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. પકડાયેલા ચાર ઠગો જુબેર અહેમદ કુરેશી, ચંદ્રભાઈ રામકૃષ્ણ મોર્યા, ઇમરાન ખાલીદ શેખ,સલીમ ઇસ્મામ શેખને પકડી પાડ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતના IPSનો દિલ્હીમાં દબદબો, 19 અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર

પકડાયેલ આરોપીઓ નોટોના બંડલના ઉપરના ભાગે અસલી અને નીચેના ભાગે ચિલ્ડ્રન બેંકની નોટો મૂકી દેતા હતા જેથી રૂપિયાનું બંડલ અકબંધ લાગે. આ રીતે તેઓ ઠગાઈ કરતા હતા.જોકે, આપક્ડાયેલ આરોપીઓ સુરતના લોકોને ભોગ બનાવે તે પહેલાં સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો અને તેમની પાસેથી પુણા પોલીસે આશરે બે કરોડની નકલી નોટ એટલે કે ચિલ્ડ્રન બૅન્કની નોટો અને 38 હજારની અસલી નોટ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યાં છે.

આરોપીઓ પાસેથી ઝડપાયેલી ડુપ્લીકેટ કરન્સી


આ પકડાયેલ આરોપીઓનું નેટવર્ક કયા સુધીનું છે? અન્ય કોની કોની સંડોવણી છે? તેમજ અગાઉ પણ આવી રીતે કોઈ ઠગાઈ ને અંજામ આપ્યો છે કે કેમ? તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે.
First published: October 19, 2019, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading