સુરત : પાંડેસરામાંથી મળેલી યુવકની લાશનું રહસ્ય ઉકેલાયું

News18 Gujarati
Updated: October 18, 2019, 7:23 PM IST
સુરત : પાંડેસરામાંથી મળેલી યુવકની લાશનું રહસ્ય ઉકેલાયું
પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

મરનાર યુવાન ને બંધક બનાવી માર મારી અને ખુલ્લી જગ્યાએ લાશ ફેંકવામાં આવી હતી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરના પાંડેસરા (Pandesara surat) વિસ્તારમાં થઈ ગઈ કાલે એક યુવકની હત્યા કરાયેલી બોડી મળી (Murder) આવતા પોલીસ (Police) દોડતી થઈ હતી. પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા હતા અને બોડી મૂકી ગયા હતા. પોલીસે આ બાઇકના આધારે 5 લોકોની ધરપકડ (Arrest) કરી લીધી હતી. આ મામલે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ ભંગાર ચોરીના નામે ઝડપાયો હતો જ્યાં કારખાનામાં તેને માર મરાતા તેનું મોત થયું હતું.

બનાવની વિગત એવી છે કે સુરતના પાંડેસરામાં સિદ્ધાર્થ નગર નજીક એક યુવકની બોડી મળી આવવાના મેસેજ મળી આવતા પાંડેસરા પોલીએ દોડતી થઈ હતી અને તતાકાલિક પોલીએ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં આ યુવકની કોઈ ઓળખ થઈ ના હતી બાદમાં કલાકો બાદ પોલીસને માહિતી મળી કે આ જગ્યા પર કેટલાક લોકો બાઇક પર આવ્યા હતા જેના આધારે પાંડેસરા પોલીસે તપાસ કરતા એક બાઇક પર ત્રણ ઈસમો આવતા નજરે પડ્યા. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી જેમાં આખો મામલો બહાર આવ્યો હતો. પ્રથમ તો પોલીસે બોડી પીએમ માટે મોકલી ત્યારે ઇજા નિશાનો મળતા હત્યાનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો :  સુરત : આરોપીને જામીન મુક્ત કરવા લાંચ માંગતા બે ફોટોગ્રાફર ACBના હાથે ઝડપાયા

પોલીસે તપાસના અંતે આ યુવકની ઓળખ થઈ હતી જેનું નામ રમેશ ઉર્ફે લંગડો છે જે ફૂટપાથ પર રહેતો અને છૂટક મજૂરી કરતો હતો. આ મામલે પોલીસે ત્રણ બાઇક પર જતાં ઇસમોની અટકાયત કરી પુછપરછ કરતા આખો મામલો કંઈક અલગ જ નીકળ્યો, જેમાં વાત એવી હતી કે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી ઈન્ડસ્ટ્રીયલમાં જનરેટર રિપેરીંગના ગોડાઉનમાં બુધવારે મોડીરાત્રે 3 ચોરો ભંગાર ચોરવા માટે આવ્યા હતા. ત્યાં તહેનાત સિક્યુરિટી ગાર્ડએ 3 ચોરોને કારીગરોની મદદથી પકડી પાડી કારખાનામાં પુરી દીધા હતા. બાદમાં 3 ચોરોની કલાક સુધી ઘોલાઈ કરી છોડી દીધા હતા. જેમાં રમેશ ઉર્ફે લંગડાની બરાબરની ઘોલાઈ કરતા નજીકની દુકાન પર મૂકીને ચાલ્યા ગયા હતા.બાદમાં પાંડેસરા પોલીસે હત્યાના ગુનામાં જનરેટરના વેપારી ચંદ્ર્કાંત ઉર્ફે ચંદુ મણીલાલ પટેલ, ભાગીદાર નિલેશ દયાળજી કોણપરા, ધર્મન્દ્ર ઉર્ફે કરણ મહેશરામ રવાણી, મેનેજર લોકેશ શંકરલાલ પાટીદાર અને શિવમ ઉર્ફે શિવ બેરામસીંગ યાદવની ધરપકડ કરી છે.
First published: October 18, 2019, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading