Home /News /south-gujarat /સુરત : દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ, બાંગ્લાદેશી યુવતીઓ ખરીદીને નરકમાં ધકેલી દેવાતી હતી
સુરત : દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ, બાંગ્લાદેશી યુવતીઓ ખરીદીને નરકમાં ધકેલી દેવાતી હતી
પોલીસ ઝડપી પાડેલા આરોપીઓ
હેરમાં ચોથીવાર હ્યુમન ટ્રાફિકીંગ ઘટના સામે આવી છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો દ્વારા બાંગલાદેશથી બાળ કિશોરીઓની તસ્કરી કરી સુરત લાવવામાં છે
સુરત : જે બાંગ્લાદેશ (Bangladesh) પોતાની જીડીપી મજબૂત હોવાના દાવાઓ કરી રહ્યું છે ત્યાંની ગરીબી નિર્દોષ યુવતીઓની જિંદગીનો ભોગ લઈ રહી છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. કારણ કે બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રય (Human Trafficking) કરાવવાના ગોરખધંધાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે બાંગ્લાદેશી કિશોરીને અને દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ કિશોરીને રેસ્ક્યૂ કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવા પરિવારની દીકરીને પૈસા આપી સુરત લાવવામાં આવી હતી. ત્યારબાદ આ દીકરીને સુરતમાં દેહવક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવી. આ વાતની જાણ તથા એસઓજી પોલીસે સુરત રેલ્વે સ્ટેશન બહાર સીટી બસ સ્ટેશન પાસેથી એક કિશોરીને પકડી તેણીને દેહવક્રિયના ધંધામાં ધકેલનાર દંપતી તથા સુરત સુધી લાવનાર દલાલને પકડી પાડવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશના દલાલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. શહેરમાં ચોથીવાર હ્યુમન ટ્રાફિકીંગ ઘટના સામે આવી છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો દ્વારા બાંગલાદેશથી બાળ કિશોરીઓની તસ્કરી કરી સુરત લાવવામાં છે અને ત્યારબાદ તેમને દેહવક્રિયના વેપારમાં ધકેલી દેવામાં આવે છે.
સુરતમાં છેલ્લા કેટલા સમયથી હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓ શહેરમાં વધી રહ્યી છે. જેને લઈને પોલીસ વિભાગ પણ સક્રિય થયું છે અને આ બાતમીના આધારે પોલીસે રેલ્વે સ્ટેશન પાસે સીટી બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે એક બાળ કિશોરીને પકડી તેણીની પૂછપરછ કરી છે હતી.પુછપરછમાં દેહવિક્રિયના નેટવર્કની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, ત્યારે પોલીસે આ નેટવર્ક ચલાવનાર આરોપી દંપતી મીજાનુર ઉર્ફે શરીફુલ્લ હુભ શેખ અને તેની પત્ની અમીરા ખાતુન મજાનુર ઉર્ફે શરીફુલ્લ શેખ (બન્ને રહે. ફ્લેટ નં.૩૩ પંચવટી કોમ્પલેક્ષ ખોલવડ ગામ કામરેજ ) અને તું જા અજમલ શેખ ( રહે. મદીના મજીદ પાસે ભરૂચ)ને ઝડપી પાડયા હતા.
જયારે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરાવનાર બાંગ્લાદેશના દલાલ જીલાલને વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી દંપતી બાંગ્લાદેશમાં રહેતા અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારની નાની દીકરીઓને પૈસાની લાલચ આપી તેમજ દલાલોને પણ પૈસા આપી તેમના દ્વારા નાની બાળકીઓને તસ કરી કરી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી બસ અથવા ટ્રેન મારફતે સુરત લઇ આવી તેમની પાસેથી દેહવક્રિયનો ધંધો કરાવવામાં આવતો હતો.પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.