Home /News /south-gujarat /

Surat Police Bribe: સુરતના રસ્તા પર વહેલી સવારે ટ્રાફિક પોલીસનું હપ્તા રાજ, વીડિયો વાયરલ

Surat Police Bribe: સુરતના રસ્તા પર વહેલી સવારે ટ્રાફિક પોલીસનું હપ્તા રાજ, વીડિયો વાયરલ

વીડિયો વાયરલ થતાંની સાથે જ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો

Surat Police Bribe Video: સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવતા ઉઘરાણી કરતા હોવાની સતત ફરિયાદો આવે છે પણ ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન અથવા તો હપતા ખોડલમાં ભાગ બટાઈ કરતી જોવા મળે છે

રાજકોટ પોલીસના હપ્તાકાંડ બાદ ગુજરાત પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે હવે સુરત પોલીસ (Surat Police)ની ટ્રાફિક પોલીસ સવારે રસ્તા પર ઉભા રહી લોકો પાસે હપ્તા ઉઘરાવતા હોય તેવા વીડિયો (Surat Traffic Police Bribe Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયા સામે આવતાની સાથે જ ફરી એકવાર સાબિત થયું છે કે પોલીસ માત્ર અને માત્ર  કોઈપણ કામગીરીમાં ધ્યાન નથી આપતી અને માત્ર જનતાને લૂંટવાની કામગીરી કરી રહી છે.

થોડા સમય પહેલા રાજકોટ પોલીસ ઉપર ધારાસભ્યએ આક્ષેપો કરતાં ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ માત્ર જનતાની સેવા કરવાની જગ્યા પર લોકોના તોડ કરવા સાથે દારૂ-જુગારના આપતા ખોરી કરવાના ગંભીર આક્ષેપો અવારનવાર લાગ્યા છે ત્યારે સતત આક્ષેપો સાબિત થવા છતાં પણ ગુજરાત સરકાર આવા અધિકારીઓ પર પગલાં લેતી નથી ત્યારે ફરી એકવાર આ બાબતને લઈને સુરત પોલીસ વિવાદમાં આવી છે.



સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવતા ઉઘરાણી કરતા હોવાની સતત ફરિયાદો આવે છે પણ ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન અથવા તો હપતા ખોડલમાં ભાગ બટાઈ કરતી જોવા મળે છે ત્યારે સુરતના એક જાગૃત નાગરિકે એવા વકીલે સુરતના સારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કેટથી સુરત સ્ટેશન તરફ આવતા રસ્તા ઉપર વહેલી સવારમાં ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા આપતા કોઈ કરતા હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

આ પણ વાંચો- VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં દિવાલ પડતા 2 યુવકોનાં મોત, દુર્ઘટનાના લાઇવ CCTV આવ્યા સામે

પોલીસની ખાખી વર્ધી સાથે કેટલાક ખાનગી કપડામાં ઉભેલા વ્યક્તિઓ વાહન ચાલકોને ગેરકાયદેસર રીતે અટકાવી તેમને દંડની રસીદ આપવાની જગ્યા પર તેમની પાસે પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદો લાંબા સમયથી સામે આવી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી ધ્યાને રાખતા જાગૃત નાગરિકે સપ્તાહ કરતાં તમામ કર્મચારીઓને પોતાના મોબાઈલમાં કેદ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

આ પણ વાંચો- Corona Vaccine Certificate પર ફરીથી લાગશે PM મોદીનો ફોટો, જાણો શું છે કારણ ?

વીડિયો વાયરલ થતાંની સાથે જ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યાંથી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના નામે લોકોને રંજાડવા રાત્રે તેમના તોડ કરતા હોવાની સતત ફરિયાદો આવે છે ત્યારે જે રીતે વીડિયો વાયરલ થયા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat news, Surat Police Bribe, Surat Police video

આગામી સમાચાર