સુરત : કોરોનાના દર્દી માટે રક્ત લેવા આવેલા સ્વજનોને પોલીસે ફટકાર્યા, સમયસર રક્ત ન મળતા મોત

સુરત : કોરોનાના દર્દી માટે રક્ત લેવા આવેલા સ્વજનોને પોલીસે ફટકાર્યા, સમયસર રક્ત ન મળતા મોત
પોલીસ માર મારી રહી હતી એ વખતે કોઈએ કેપ્ચર કરેલો વીડિયો વાયરલ થયો છે.

સુરત પોલીસ પર મૃત્યુ પામેલા દર્દીના સગાઓએ કર્યો ગંભીર આક્ષેપ, જુઓ વીડિયોમાં દર્દીના સ્વજને શું આક્ષેપો કર્યા, પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

  • Share this:
સુરત પોલીસની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી હોય તેવું દૃશ્ય ખડું થયું છે ત્યારે કોરોના મહામારી વચ્ચે પોતાના સ્વજનને લઈને ચિંતામાં રહેતા સંબંધીને પોલીસે માનવતા નેવે મૂકીને લમધાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોનાના આ દર્દી માટે રક્ત લેવા આવેલા સંબંધીને મારમારી પોલીસ સ્ટેશન લઈ જઈને માનવતાની હદ વટાવી હોવાનો આક્ષેપ થયો છે. જોકે બીજી બાજુ દર્દીના પરિવાર મુજબ દર્દીને સમયસર રક્ત ન મળતા દર્દીનું કરુંણ મોત થયું છે.

હાલમાં કોરોના મહામારી વચ્ચે લોકો પોતાના સ્વજનને કોરોનામાં સપડાયા બાદ બચાવી લેવા માટે દિવસરાત એક કરી નાખતા હોય છે. દરમિયાન આ સ્થિતિમાં સુરત પોલીસના જવાનોએ પોતાની માનવતા નેવે મૂકી હોવાનો એક મામલો સામે આવ્યો છે. સુરતના છેવાડે આવેલા સચિન GIDC વિસ્તારમાં રહેતા એક યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારે પરિવારના બે લોકો આ દર્દી માટે માટે રક્ત લેવા ગયા હતા. જોકે રાત્રે 8 વાગતા કરફ્યૂ લાગી જતા પોલીસ રસ્તે ફરતા લોકો સામે કાર્યવાહી કરતી હોય છે.આ પણ વાંચો : સુરત : યુવકે પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, હાથપગ બાંધી કારમાં સાથે જીવતો સળગાવ્યો

દરમિયાનમાં રક્ત બેંક બહાર ઉભેલા લોકોને પોલીસે જઈને પહેલાં પૂછપરછ કરી ત્યારે આ યુવાનો પોતાન સ્વજન માટે રક્ત લેવા આવ્યા છે તેવું જણાવતા પોલીસે દંડ વસૂલવા માટે આ યુવોની વાત સાભંળ્યા બાદ માનવતા નેવે મૂકીને આ યુવાનને કર્ફ્યુનો ભંગ કર્યો છે તેમ કહીને માર મારવા લાગી અને તેને તેમને પોલીસ સ્ટેશન લઈએ જવામાં આવ્યા હતા.આ પણ વાંચો :  સુરત : ચાની કીટલી બહાર યુવક પર જીવલેણ હુમલો, ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હુમલાવરો ફરાર

જોકે દર્દી પાસે ડૉક્ટરનો કાગળ હોય અને ઇમર્જન્સી કામ માટે સરકાર દ્વારા બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ પોલીસ સ્ટેશનના સ્ટાફે યુવકના કાગળો ફાડી નાખીને જેલમાં પુરી દીધા હતા. જોકે દર્દીને સમયસર રક્ત ન પહોંચાડી શકાતા સારવાર કરતા યુવાનનું મોત નીપજ્યુ હતું. આ મામલે દર્દીના પરિવાર દ્વારા જવાબદાર પોલીસર્મીઓને પોતાના સ્વજનની મોતના જવાબદાર સમજી અને તેમના પર સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Published by:Jay Mishra
First published:April 26, 2021, 23:20 pm

ટૉપ ન્યૂઝ