Home /News /south-gujarat /

સુરતની બે ઘટના : એકમાં ખાખી પર ફૂલો વરસ્યા જ્યારે બીજામાં ફિટકાર!

સુરતની બે ઘટના : એકમાં ખાખી પર ફૂલો વરસ્યા જ્યારે બીજામાં ફિટકાર!

સુરત શહેરની બે ઘટના.

લૉકડાઉનમાં માસ્ક વગર બહાર નીકળેલા કિશોરને પોલીસે લાકડીના 11થી 12 ફટકા માર્યા, કમિશનરે તપાસના આદેશ આપ્યાં.

સુરત : કોરોનાના કેસ (Coronavirus Cases) સતત વધી રહ્યા હોવાથી સુરતના હાલ લૉકડાઉન (Surat Lockdown) અને અમુક વિસ્તોરોમાં કર્ફ્યૂ (Curfew) જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ કર્ફ્યૂ અને લૉકડાઉનમાં લોકો બહાર ન નીકળે તે માટે પોલીસ વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ (Police Flag March) કરી રહી છે. સુરતના પુણાગામ ખાતે પોલીસ જવાનોએ ફ્લેગમાર્ચ કરી ત્યારે આખા ગામમાં પોલીસ (Flower showr on Police) પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રસ્તાની બંને બાજુ લોકો મોઢા પર માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવીને ઉભી રહી ગયા હતા અને પોલીસનો કાફલો જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. બીજી તરફ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક કિશોરને માસ્ક નહીં પહેરવા બદલ પોલીસ જવાને બેરહમીપૂર્વક ફટકાર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

કિશોરને બેરહમીપૂર્વક ફટકાર્યો

સુરતમાં લૉકડાઉન ઉપરાંત પાંચ પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં કર્ફ્યૂ ચાલી રહ્યો છે. આ દરમિયાન લિંબાયત વિસ્તારમાં આર્મીએ કર્ફ્યૂનો ભંગ કરવા બદલ બે લોકોને રોડ પર ગબડવાની સજા કરી હતી. જ્યારે પાંડેસરા વિસ્તારમાં એક પોલીસ જવાને કિશોરને માસ્ક ન પહેરવા અને લૉકડાઉનનો ભંગ કરવા બદલ બેરહમીપૂર્વક ફટકાર્યો હતો.



હાલ સુરતના સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તાર અને લિંબાયત પોલીસ સ્ટેશનની કમરૂનગર પોલીસ ચોકીના સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ અમલી છે. આ સમયે કેટલાક લોકો આ પરિસ્થિતિમાં કામ વગર બહાર નીકળતા હોય છે. જોકે, તંત્ર આ લોકો સામે કડકહાથ કામ લે છે. આવી ઘટનાના બે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.



પ્રથમ ઘટનામાં લિંબાયતના કમરૂનગર ખાતે કર્ફ્યૂનો ભંગ કરાનારને આર્મીના જવાનો દ્વારા આકરી સજા આપવામાં આવી હતી. બે યુવાનોને રોડ પર ગબડાવીને લાઠીઓ ફટકારી હતી. બીજા વીડિયોમાં માસ્ક વગર લૉકડાઉમાં બહાર નીકળેલા કિશોરને પોલીસ લાકડીથી 11 થી 12 ફટકા મારે છે. આ વીડિયો મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.



આ મામલે પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટનું કહેવું છે કે, પોલીસને આવી કોઈ સત્તા આપવામાં આવી નથી. લોકો લૉકડાઉન કે કર્ફ્યૂનો ભંગ કરે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ નહીં કે તેમને બેરહમીપૂર્વક ફટકારવા જોઈએ. પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. સાથે જ તેમણે લોકોને પણ લૉકડાઉનનું પાલન કરીને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મદદરૂપ થવાની અપીલ કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Curfew, Lockdown, Surat police, પોલીસ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन