સુરત : વરાછાના રત્નકલાકારને પોલીસ 'ઉપાડી' ગઈ, ઢોર માર માર્યાનો આક્ષેપ - VIDEO

સુરત : વરાછાના રત્નકલાકારને પોલીસ 'ઉપાડી' ગઈ, ઢોર માર માર્યાનો આક્ષેપ - VIDEO
યુવકને પગમાં દંડાથી માર માર્યો હોવાનો નિશાન સામે આવ્યા

પોલીસના કથિત મારથી ઘાયલ થયેલા પાટીદાર યુવકને સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યો, જુઓ વીડિયોમાં શું આક્ષેપ કર્યા આ રત્નકલાકારે

  • Share this:
સુરતના (Surat) વરાછા (Varacha) ખાતે નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને રત્નકલાકર (Diamond Worker) તરીકે પરિવારને મદદ કરતા યુવાનને સુરતની વરાછા પોલીસના (Varacha Police) એક પોલીસ કર્મચારીએ અદાવત રાખીને માર મારતા સુરત પોલીસ વિવાદમાં આવી છે. સુરત પોલીસ ફરી એક વાર વિવાદમાં આવી છે. સુરત પોલીસમાં ફરજ બજાવતા યુવાનનો પરિવાર બે વર્ષ પહેલા વતનમાં અને હાલમાં જીલ્લા પંચાયતની ચૂંટણી હારી જતા થયેલા ઝઘડાની અદાવત રાખીને જીતેલા પરિવારનાં રત્નકલાકર યુવાનને ઉપાડી જઈને ચૂંટણી હારેલા પરિવારના પોલીસ પુત્રએ માર મારતા યુવાન પહોંચી ગયો હોસ્પિટલમાં જોકે આ મામલે હવે વિવાદ વકર્યો છે. સમગ્ર ઘટનામાં યુવકને પોલીસ લઈ જતી હોય તેવો સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે.

જોકે આ વિવાદ વતનનો હોવા છતા તેની અદાવતમાં માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. મૂળ ભાવનગર જિલ્લા ધારુકાના વતની એવા અને સુરતમાં રત્નકલાકર તરીકે કામ કરતા ગૌરાંગ સવાણીને સુરતની વરાછા પોલીસ મથકના પોલીસ કર્મચારી ઘનશ્યામનગર ખાતે કેટલાક ઈસમોને માર મારતા હતા ત્યારે આ યુવાને મોબાઈલમાં શુટીંગ કેમ કરે છે? તેમ કહીને પહેલાં તો પોલીસ સ્ટેશને લઇ આવી હતી.આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ, ફાયરનાં જવાનોએ મહેનત કરી છતાં જીવ ન બચ્યો! Live Video

જોકે આ પોલીસ મથકમાં પહેલેથી ફરજ બજાવતો ચંદ્રસિંહ ગોહિલ તેના વતનનો છે. જોકે બે વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં ચંદ્રસિંહ ગોહેલના પરિવારનો સભ્ય ચૂંટણી હારી ગયો હતો અને આ યુવાનના પરિવારનો સભ્ય ચૂંટણી જીતી ગયો હતો જેને લઈને અદાવત રાખી હતી અને ગૌરાંગના પિતા મુકેશ પર આ પોલીસ કર્મચારીના કાકાએ હુમલો કરવાની કોશિશ કરી હતી.તે મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ પોલીસ કર્મચારી પરિવારની હાર થઈ હતી તેની અદાવત રાખીને યુવાને પોલીસ મથક લઈ જઈ પોલીસ કર્મચારીએ પોતાના સાગરિતો સાથે માર માર્યો હતો.

જોકે આ મામલે પરિવાર આક્ષેપ કરતા આ યુવાનને પોલીસે માત્ર અટકાયતી પગલાં લઇને છોડી મૂક્યો હતો. જોકે આ યુવાનને પોલીસે એટલી હદે માર્યો હતો કે તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં સાળાની હત્યા કરનાર યુવકની પ્રેમિકા સાથેની 'રંગીન' તસવીરો Viral

ત્યાં આ યુવાનને આ પોલીસ કર્મચારી વતનમાં થયેલા ઝઘડાની અદાવતમાં તેને માર માર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. જોકે આ મામલો વધુ ચર્ચામાં આવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે આ યુવાને અધિકારી ન્યાય આપશે કે પછી પોતાના કર્મચારીને બચાવશે.
Published by:Jay Mishra
First published:March 15, 2021, 17:09 pm

ટૉપ ન્યૂઝ