Home /News /south-gujarat /

સુરત : પ્રેમિકાના પતિનો કાંટો કાઢી નાખવાનો હતો પ્લાન, હત્યા કરે તે પહેલાં જ પોલીસ ત્રાટકી

સુરત : પ્રેમિકાના પતિનો કાંટો કાઢી નાખવાનો હતો પ્લાન, હત્યા કરે તે પહેલાં જ પોલીસ ત્રાટકી

હત્યાને અંજામ આપવા નીકળેલા શખ્સો પોલીસના હાથે ઝડપાયા

ઘાતકી હથિયારો સાથે ઝડપાયેલા લબરમૂછિયાઓએ કરી ચોંકાવનારી કબૂલાત, ફિલ્મી ઢબે ઘડી કાઢ્યો હતો પ્રેમિકાના પતિની હત્યાનો પ્લાન

સુરતની (Surat) પુના પોલીસને (Police) માહિતી મળી હતી કે કેટલાક ઈસમો ઘાતક હથિયાર સાથે લૂંટના  ઇરાદે એકત્ર થયા છે. જોકે પોલીએ આ ઈસમોને પકડી પાડી તપાસ કરતા પ્રેમિકાને પામવા માટે તેના પતિની હત્યા કરવા પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને પ્લાન ઘડી નાખ્યો હતો. જોકે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ લબરમૂછિયા શખ્સોને ઝડપી પાડી અને સમયસર ખૂન ખેલ અટકાવ્યો છે. ઝડપાયેલા શખ્સો પાસેથી તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા છે.

સુરતમાં સતત વધી રહેલા ગુનાને લઈને પોલીસે ગુણા આચરતા લોકો ગુનો કરે તે પહેલ તેમની પકડી પાડવા માટે બાતમીદારનું નેટવર્ક પોલીસ તૈયાર કરી રહી છે. ત્યારે સુરતના પુના પોલીસને એકે માહિતી મળી હતી કે સુરતના પુણા રોડ પર આવેલ  આઈ માતા ક્રોસરોડ રેસ્ટોરન્ટ સામે નવી બંધાતી સાકેત બિલ્ડિંગ પાસે કેટલાક ઇસમો હથિયારો સાથે ભેગા થયા છે, તેઓ લૂંટ અથવા અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાના છે.

આ પણ વાંચો :    આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બાતમીવાળા સ્થળે જઈ તપાસ કરતા ત્યાંથી પાંચ આરોપીઓ મળી આવ્યા હતા. આરોપીઓમાં સરફરાજ હાજી મુલતાની, આબીદ અનવર શેખ, સંજય પુરણ પવાર, અબ્દુલ રહીમ યાકુબ સૈયદ અને મોબીન અલ્તાફ સૈયદ( છે. આરોપીઓ પાસેથી 3 છરા મળતા પોલીસ ચોંકી હતી.

તેઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.  આરોપીઓમાં મુખ્ય આરોપી સરફરાજ છે. સરફરાજનો એક પરિણીતા સાથે પ્રેમ હતો અને આ પરિણીતા સાથે છેલ્લા કેટલાક મહિનાથી પ્રેમ સંબંધ છે. તેના પ્રેમ સંબંધની જાણ પરિણીતાના પતિ  ને થઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદ : Indigoની ફ્લાઇટમાં મુસાફરના સામાનમાંથી ચોરાઈ રોકડ, ફરિયાદ કરતા કૌભાંડ ઝડપાયું

સરફરાજ અને પરિણીતાના  પ્રેમ સંબંધ વચ્ચે પતિ  નડતરરૂપ હતો.આ વાતને લઈને સરફરાજે પરિણીતાના પતિ  સાથે ફોન પર પણ ઝઘડો કર્યો હતો. સરફરાજે તેના સાથીઓ સાથે મળીનેપરિણીતાના પતિ  હત્યા કરીને તેનો કાંટો કાઢી નાખવાનો નક્કી કર્યું હતું.

ઝડપાયેલા શખ્સો પાસેથી મળી આવેલા હથિયારો


આ પણ વાંચો : સુરત : સૌરાષ્ટ્રના રત્નકલાકારની હત્યા, વરાછાના કારખાનામાંથી મળ્યો મૃતદેહ, શરીર પર હતા ઈજાના નિશાન

તેથી સરફરાજે રાત્રે પરિણીતાના પતિ સંકેત બિલ્ડિંગ પાસે બોલાવ્યો હતો.પરિણીતાનો પતિ આવે તે પહેલાં પોલીસ આવી ગઈ હતી જોકે પોલીસે પ્રેમી સાથે તેના મિત્ર ને ઘાતક હથિયાર સાથે ઝડપી પડી તેમના વિરુદ્ધ કાયદેસરની આર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Puna Murder conspiracy Plan, Surat crime news, Surat latest crime news, Surat. murder, હત્યા

આગામી સમાચાર