સુરત પોલીસે થોડા દિવસ પહેલાં ભીમરાડ વિસ્તારમાં આવેલા (Surat Police) સ્પામાંથી બાંગ્લાદેશની (Raid in spa) 14 વર્ષની તરુણી, પંજાબની 20 વર્ષની યુવતીને મુક્ત કરાવી હતી તે પૈકી બાંગ્લાદેશની તરુણીને ચેન્નઈથી મુંબઈ લાવી દેહવિક્રય કરાવ્યા (bangladeshi girl) બાદ સુરતમાં મોકલનાર મુંબઈની મહિલાની પોલીસે (Woman of mumbai) ધરપકડ કરી છે ધરપકડ કરી છે જોકે તરૂણીને સુરત મોકલનાર મહિલા પણ પોતે દેહવેપાર (Physical molestation) કરતી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં પોલીસને અનેક નવા તાંતણા ખૂલવાની આશંકા છે. જોકે, બાંગ્લાદેશી તરૂણીને આપવિતી સાંભળીને કોઈને પણ દયા આવી જાય તેવી કહાણી છે. મહિલા તરૂણી પાસે દેહવિક્રય કરાવી અને તેને પૈસા પણ આપતી નહોતી અને તેને અગાઉ મુંબઈમાં ગોંધી રાખી તેની પાસે દેહવિક્રય કરાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.
સુરત ના અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફીનીટી હબમાં નામ વિના ચાલતા એક સ્પામાં છાપો મારી સ્પાની આડમાં બાંગ્લાદેશની તરુણી અને પંજાબની યુવતીને ગોંધી રાખી દેહવિક્રય કરાવતા હતા. જોકે પોલસીએ આ બંને યુવતી ને મુક્ત કરાવી આ ગોરખ વેપાર કરાવતા બે સંચાલક અંકીત મનસુખભાઇ કથેરીયા અને વિજય નાગજીભાઇ પાધરા તેમને દેહવિક્રય માટે લાવતા એજન્ટ વિશાલ સંજય વાનખેડે ને ઝડપી લીધા હતા.
જોકે ક્રાઇમ બ્રાન્ચને સ્પામાંથી બાંગ્લાદેશની જે તરુણી મળી હતી તે બે વર્ષ અગાઉ ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરતા માહિતી મળી હતી કે આ સમગ્ર રેકેટમાં સામેલ અન્ય ચાર ઈસમો નીતુ, મિલન, મોહસીન અને શબ્બીર આલમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચે તે પૈકી ફિરોજા ઉર્ફે નીતુ અલમીન શેખ ને ગતરોજ મુંબઈથી ઝડપી લીધી હતી.
નીતુ જાતે ચેન્નઈમાં સ્પાની આડમાં દેહવિક્રય કરતી હતી ત્યારે બાંગ્લાદેશની તરુણી પાસે એજન્ટ કોઈ વળતર આપ્યા વિના દેહવિક્રય કરાવતો હતો. તરુણીએ પોતાની કથની નીતુને કહેતા તે તરુણીને મુંબઈ ભગાવી લાવી હતી અને એક મહિના સુધી પોતાના ઘરે રાખી દેહવિક્રય કરાવી તેને તેમાં પૈસા પણ આપ્યા હતા.
જોકે, નીતુની જ એક મિત્ર જન્નત તરુણીને સુરતમાં વધુ પૈસા મળશે તેમ કહી અહીં લાવી હતી. જોકે પોલીસે આ મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ મહિલાની હાલમાં પૂછપરછ કરી રહ્યા છે, અને તેની પૂછપરછ દરમિયાન આ ગોરખ ધંધાની અનેક વિગતો બહાર આવે તેવી આશંકા વ્યક્ત કરી છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર