Home /News /south-gujarat /

સુરત : લૉકડાઉનમાં બેકાર થયેલા ત્રણ રત્નકલાકારોને તરબૂચનું વેચાણ કરવું ભારે પડ્યું

સુરત : લૉકડાઉનમાં બેકાર થયેલા ત્રણ રત્નકલાકારોને તરબૂચનું વેચાણ કરવું ભારે પડ્યું

પ્રતિકાત્મક તસવીર.

સુરતમાં ધંધા-રોજગાર પડી ભાંગતા ત્રણ રત્નકલાકારોને તરબૂચ વેચવાનું ભારે પડ્યું, પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરી.

સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઇને હાલ લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉનને પગલે વેપાર અને ઉદ્યોગ બંધ હોવાને લઈને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારો (Diamond Worker)એ પોતાના જીવન નિર્વાહ માટે તરબૂચ (Watermelon) વેચવાનો વેપાર શરૂ કર્યો હતો. જોકે, યુવકોને અહીં પણ સફળતા મળી ન હતી અને પોલીસે લૉકડાઉન ભંગનો ગુનો નોંધીને ત્રણેય રત્નકલાકારોની ધરપકડ કરી છે. પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા તેમનો આ બિઝનેસ પણ બંધ થઈ ગયો છે.

સુરતમાં લૉકડાઉન વચ્ચે પોલીસે ત્રણ લોકોને તરબૂચ વેચતા ઝડપી પાડ્યા છે. વ્રજ ચોક ભગવાનનગર નજીક રજીસ્ટ્રેશન વિનાનો ટેમ્પો લઈ ત્રણ યુવાન તરબૂચ લઇ વેચવા ઉભેલા નજરે ચઢ્યા હતા. હાલ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીના વેચાણ ઉપર પ્રતિબંધ છે ત્યારે ટેમ્પોમાં તરબૂચ વેચી રહેલા પોલીસે મૂળ જામનગરના વતની અને સુરતના સરથાણા ખાતે રહેતા રોહિત હંસરાજભાઇ ગાંભવા, મૂળ અમરેલી વતની અને હાલમાં સરથાણા રાજેશભાઈ મંજીદભાઈ વેકરીયા અને મૂળ  અમરેલી અને હાલમાં સ્વામીનારાયણ સોસાયટી, સીમાડા ગામ, સરથાણા ખાતે રહેતા વિજય દિનેશભાઇ તંતીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : કોવિડ હૉસ્પિટલમાં ટેસ્ટ માટે દાખલ દર્દીનો આઠ દિવસથી કોઈ પત્તો નથી

આ લોકો લૉકડાઉનનો ભંગ કરતા પકડાયા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા પોતે રત્નકલાકાર છે અને લૉકડાઉન વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આ વેપાર શરૂ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તરબૂચ સાથે ટેમ્પો મળીને રૂપિયા  3.75 લાખની કિંમતના મુદામાલ કબજે કરીને ત્રણેય ત્નકલાકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Fruit, Lockdown, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन