Home /News /south-gujarat /

સુરત : મોતના ખોફનો વિચિત્ર કિસ્સો, પિસ્ટલ સાથે ઝડપાયો શખ્સ, પોતાની હત્યા થઈ જવાનો હતો ડર

સુરત : મોતના ખોફનો વિચિત્ર કિસ્સો, પિસ્ટલ સાથે ઝડપાયો શખ્સ, પોતાની હત્યા થઈ જવાનો હતો ડર

સુરત એસ.ઓ.જી દ્વારા ધરપકડ કરવામાં આવેલા શખ્સને ચોંકાવનારી કેફિયત

વર્ષ 2019માં હત્યા કેસમાં નિર્દોસ છુટેલા મોહસીને SOGને જણાવ્યું કે તેને કોનાથી ડર હતો, હથિયાર લઈને રખડતા શખ્સ પર પોલીસનો પંજો

સુરત : સુરત શહેરમાં ગુનોખોરીનો (Surat Crime) આલમ એટલી હદે વધી ગયો છે કે સામાન્ય વ્યક્તિ પણ છરો અને પિસ્ટલ જેવા હથિયારો સાથે ઝડપાતો હોય તેવી ઘટના ઘટે છે. ત્યારે આજે સુરતની સ્પેશિયલ ઓપરેશન (SOG) ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી ડીંડોલી (Dindoli surat) વિસ્તારનો એક શખ્સ દેશી બનાવટની પિસ્ટલ (Man caught with pistol) સાથે ફરી રહ્યો છે. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી અને તેની અંગ જડતી કરતા તેની પાસેથી પિસ્ટલ મળી આવી હતી. આ શખ્સે કબૂલ્યું હતું કે તે હત્યા કેસમાં નિર્દોસ (Found no guilty in murder case) છૂટ્યો હતો. ત્યારબાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી (Threat of murder) આપવામાં આવતી હતી. જેના કારણે પોતાની હત્યા ન થઈ જાય તેની બીકે પિસ્ટલ લઈને ફરતો હતો.

સુરતમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપીને ચેક કરવાના આદેશ વચ્ચે સુરત SOG ટીમ પ્રેટ્રોલિગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડીંડોલીના ભેસ્તાન આવાશ ખાતે રહેતો મોહસીન ઉર્ફે રધુ યુસુફ સૈયદ જે હાલમાં  વરીયાવી બજારના મુલ્લા પ્લાઝા બિલ્ડિગમાં આવેલ  ફેશન સ્ટ્રીટ મોડેલ્સ -02 બ્યુટીક નામની રેડીમેઈડ કાપડની દુકાન કામ કરે છે, અને તે તેની પાસે દેશી હાથ બનાવટની પિસ્ટલ લઇને ફરી રહ્યો છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં વધુ 266 વ્યક્તિ Coronaની ઝપટમાં, વિસર્જનના કારણે કેસ વધ્યા?

જોકે પોલીસને (Surat Police) બાતમી મળતા પોલીસે આ યુવાનની તપાસ કરી તે બુટિક ખાતે જઈને અંગઝડતી લેતા તેની પાસેથી દેશ હાથ બનાવટની પિસ્ટલ મળી આવતા પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેની પુછપરછ કરી હતી. પુછપરછમાં આ ઈસમ કેટરીંગના વેપાર સાથે જોડાયેલો હતો અને તેની હરિફાઈમાં વેપાર કરતા  ઈસ્તીયાઝે તેની પાયે રૂપિયાની માંગણી કરી તેને હેરાન કરતો હતો.

એક દિવસ ઇમ્તિયાઝ તેને મારવા આવ્યો હતો ત્યારે પોતાનો જીવ બચવા માટે તેણે લાકડાનો ફટકો મારતા ઈમ્તિયાઝનું વર્ષ 2017માં (Death) મોત થયું હતું. જોકે આ હત્યા બાદ વર્ષ 2019માં આ કેસમાં  કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. જોકે જેલમાંથી બહાર આવ્યા બાદ જેની હત્યા કરી હતી તે ઈમ્તિયાઝના સાડા સતત મોહસીનને મારી નાંખવાની ધમકી આપતા હતા.

જેથી પોતાની હત્યા ન થઈ જાય તે માટે તે આજથી પાંચ મહિના પહેલા  તાજુદીન બાવાની દરગાહ ભેજાપુર ગામ તા.ચોપડા જી.જલગાવ ( મહારાષ્ટ્ર ખાતે જઈ પરવીંદર નામના સરદારજી પાસેથી એક પિસ્ટલ તથા બે જીવતા કાર્ટિઝ ખરીદી કરી લાવેલ હતો.

આ પણ વાંચો :   ભરૂચ : ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ, બે વ્યક્તિને ઇજા, CCTVમાં LIVE દૃશ્યો કેદ

મોહસીન આ પિસ્ટલ કાયમ પોતાની પાસે રાખતો હોવાની કબૂલાત કરી હતી. જોકે અગાઉ અમરોલી પોલીસ મથકમાં હત્યા અને ચોકબજાર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Pistol, Surat Crime, Surat crime news, Surat police, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन