સુરત : પત્નીની હત્યા કરીને અને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ, પોસ્ટમોર્ટમાં ફૂટ્યો પતિનો ભાંડો

સુરત : પત્નીની હત્યા કરીને અને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ, પોસ્ટમોર્ટમાં ફૂટ્યો પતિનો ભાંડો
સચિન જીઆઇડીસી પોલીસ મથકની ફાઇલ તસવીર

ભુપેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે તે કામકાજની શોધમાં બહાર ગયો હતો અને રાત્રે પરત આવ્યો ત્યારે તેની પત્ની મીનાકુમારી  એ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો

  • Share this:
સુરત ના સચિન જીઆઇડીસી (Surat sachin GIDC) વિસ્તારમાં રહેતા યુ.પીવાસી દંપતી વચ્ચેના ઘરેલું કંકાશથી કંટાળી  પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાતમાં (Husband killed wife in sachin) ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં  બાબતનો ઘટસ્ફોટ થતા સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આમ શહેરમાં ગુનાખોરીના બેકાબૂ આલમમાં વધુ એક હત્યા થઈ હતી જેમાં વધુ એક આરોપીની ધરપકડ (Hubad arrested) કરવામાં આવી છે. સુરત શહેરમાં (Surat crime) જાણે કે પોલીસનો ડર ન હોય તેમ ગુનેગારો બેખોફ બનીને ધોળે દિવસે ગુનાહિત કૃત્યો કરી રહ્યા છે. આ કેસમાં ઘરમાં પતિ-પત્નીના કંકાસમાં ખૂની ખેલ ખેલાયો હતો.ય

સુરતના સચિન રેલવે સ્ટેશન રોડ સ્થિત શીવનગરની બાજુમાં પટેલ નગરમાં રહેતો ભુપેન્દ્રકુમાર નિશાદ મૂળ રહે. ભવાની સિંહકા પુરવા, થાના કોડા, જહાનાબાદ, જિ. ફતેપુર, યુ.પી ગત રાત્રે સચિન જીઆઇડીસી પોલીસ મથકે દોડી ગયો હતો. ભુપેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે ગત સાંજે તે કામકાજની શોધમાં બહાર ગયો હતો અને રાત્રે પરત આવ્યો ત્યારે તેની પત્ની મીનાકુમારી  એ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો છે.આ પણ વાંચો :   વાહનોનું PUC કઢાવવું થશે મોંઘું, સરકારે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર માટે જાહેર કર્યા નવા ભાવ

જેથી તુરંત જ પોલીસ ઘટના સ્થળે ઘસી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળ અને રહેણાંક રૂમના દરવાજો જોતા શંકા ગઇ હતી અને આપઘાતનો ગુનો નોંધી મીનાકુમારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ભુપેન્દ્રએ મીનાકુમારીને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ તેણે ફાંસો ખાઇ આપઘાતમાં ખપાવવાનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો :સુરત : માથાભારે ઇમરાન ઉર્ફે બુઢાવની હત્યાનું રહસ્યુ ખુલ્યું, આસિફ ટામેટાની ધરપકડ, અદાવતમાં ખેલાયો હતો ખૂની ખેલ

જેથી પોલીસે પતિ ભુપેન્દ્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રએ પંદર મહિના અગાઉ લગ્ન કર્યા હતા અને તેઓ વચ્ચે વારંવાર ઝઘડો થતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Published by:Jay Mishra
First published:August 21, 2020, 15:43 pm

ટૉપ ન્યૂઝ