સુરત : સૌરાષ્ટ્રની ગેંગ દ્વારા બિલ્ડર પાસે 25 કરોડ રૂપિયા પડાવાનું કાવતરૂં, બીટકોઈન કેસના આરોપીનું નામ ખુલ્યું

સુરત : સૌરાષ્ટ્રની ગેંગ દ્વારા બિલ્ડર પાસે 25 કરોડ રૂપિયા પડાવાનું કાવતરૂં, બીટકોઈન કેસના આરોપીનું નામ ખુલ્યું
પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે દરોડા પાડીને કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે.

વિવાદિત શૈલેષ ભટ્ટ ફરી વિવાદોના વમળમાં, બિલ્ડર પાસેથી રૂપિયા પડાવા માટે ગેંગ મોકલી, કુખ્યાત ગુંડાઓ પાસેથી દેશી બનાવટના હથિયારો સાથે કારતૂસ ઝબ્બે

  • Share this:
સુરત : પાસોદરા રોડ (surat) ઉપર આવેલમા સિદ્ધિ વિનાયક ગ્રીન બિલ્ડીંગમાં ગેરકાયદે કબજો જમાવવા આવેલ સૌરાષ્ટ્રના (Saurashtra) નામચીન ચાર શખ્સોને ગત રાતે સરથાણા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલાઓ પાસેથી (four notorious) હાથ બનાવટની ચાર પિસ્તોલ, જીવતા કારતુસ ૧૩ નંગ ચાર મોબાઇલ ફોન એમ કુલ રૂ,45,200 નો મુદામાલ કબજે કર્યો છે.

બિલ્ડર પાસેથી નાણા વસુલાત કરવા માટે સૌરાષ્ટ્રની (Saurashtra gnang) ગેંગ સોપારી આપવા સાથે મિલકત પચાવી પોળવા સદીયતર કરનાર વધુ 8 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીયો છે. નવનિયુક્ત પોલીસ કમિશનર અજય તોમરે શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે કમર કસી છે ત્યારે લુખ્ખાતત્વો માટે આ કેસ ચેતવણીરૂપ  સમાન છે.સુરતના  પાસોદરા રોડ ઉપર આવેલ જે બી ડાયમંડ સ્કુલની પાછળ બ્લોક નં.59, મા સિદ્ધિ વિનાયક ગ્રીન બિલ્ડીંગ-D ના ત્રીજા માળે સૌરાષ્ટ્રની ગેંગએ કબજો જમાવ્યો હોવાની બાતમી પોલીસ ને મળતા પોલીસે રેડ કરીને ગેરકાયદેસર મિલકત પર કકાનજો જમાવનાર સૌરાષ્ ના માથા ભારે ઈસમો (1) સલીમ ઇબ્રાહીમ ઠેબા રહે, જમાલવાડી જુનાગઢ (2) સાજીદ સુલતાન ઠેબા રહે, સુખપુર, અમરેલી (3) હનીફ અલ્લારખા દરઝાદા રહે, જુના કુંભારવાડા જી.જુનાગઢ (4) ઉમર કાસમ પટ્ટણી રહે, મોટા સૈયદવાડા જુનાગઢને ઝડપી લેવાયા હતા. આ તમામની અંગઝડતી લેતાં ચારેયના પેન્ટના ખીસ્સામાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 નંગ કારતુસ મળી આવ્યા હતા.

ઉપરાંત પોલીસે મોબાઇલ ફોન સહતિ કુલ રૂ. 45.200 નો મુદામાલ કબજે લઇને ઝણવટપુર્વકની તપાસ આદરી છે જોકે પકડાયેલ આરોપી ને મિલકત પર કબજો કરવા માટે સોપારી આપવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આ મામલે વધુ તાસ શરૂ કરતા આ મિલકત મૂળ માલિક રાજુ રવજી દેસાઇની પોલીસે પૂછપરછ કરતા આ બિલ્ડર પોતાના પ્રોજેક્ટ માટે રૂપિયાની જરૂર હોવાને લઈને તેમને ચાર કરોડ રૂપિયા 2015 માં શૈલેષ ભટ્ટ પાસેથી 1.5 ટકાના દરે લીધી હતા.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના વરાણા ગામ પાસે બે તલાટી સહિત ત્રણ લોકો તણાયા, રેલવે ટ્રેક-હાઇવે પાણીમાં ગરકાવ

જોકે આરોપી દ્વારા સિક્યુરિટી માટે કબ્જા વગરનો સોદા ખત કરવી લીધો હતો જોકે ત્યાર બાદ બિલ્ડર પાસેથી શૈલેષ ભટ્ટના ભાણેજ દ્વારા બળજબરી લખાણ કરાવી લીધું હતું  જોકે બિલ્ડર દ્વારા 4 કરોડની સામે રૂપિયા છ કરોડ રૂપિયા ચુકીવી નાખ્યા બાદ પણ શૈલેષ ભટ્ટ દ્વારા આ ગેંગ દ્વારા આ બિલ્ડર પાસે રૂપિયા 25 કરોડ પાડવા માટે આ ગેંગ સોપારી આપીને ફેબ્રુઆરીથી આ મિલ્કત પચાવી પાડવા માટે ચાર માણસો બેસાડી દેવામાં આવ્યા હતા

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કૉન્ફરન્સ કરીને સમગ્ર કેસની વિગતો જાહેર કરી હતી.


પોલીસે ચારેયના સરસામાનની તલાશી લેતા તેમાંથી 2 ચપ્પુ પણ મળી આવ્યા હતા. સરથાણા પોલીસે ચારેય વિરૂધ્ધ ગેરકાયદેસર ફ્લેટમાં ઘુસણખોરી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચારેયની હાથ ધરેલી પૂછપરછમાં તેઓ સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગના સાગરિત હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો :  રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

બીટકોઇનમાં સંડોવાયેલા વિપુલ અને શૈલેષની સંડોવણી બિલ્ડર રાજુ દેસાઇ સાથેના નાંણાકીય લેતીદેતીના વિવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટના ફ્લેટમાં ઘાતક હથિયારો સાથે ઘૂસણખોરી કરી કબ્જો જમાવનાર સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગના ચાર ગેંગસ્ટર આ ઘટના ને અંજામ આપ્યો.

રાજુ દેસાઇને વ્યાજે પૈસા આપનાર વિપુલ પણ બીટકોઇનમાં જેલની હવા ખાઇ ચુકયો છે અને તેણે શૈલેષને સમગ્ર બાબત જણાવી હતી. ત્યાર બાદ વિપુલ અને શૈલેષે મળી કુખ્યાત ગેંગને સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે.
Published by:Jay Mishra
First published:August 24, 2020, 16:12 pm

ટૉપ ન્યૂઝ