સુરત : યુવકની હત્યા કરનાર ફાઇટર ગેંગના 8 શખ્સોની ધરપકડ,એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સુરત : યુવકની હત્યા કરનાર ફાઇટર ગેંગના 8 શખ્સોની ધરપકડ,એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સુરતમાં યુવકની હત્યા મામલે 8 વ્યક્તિની ધરપકડ

હત્યાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ દોડતી થઈ, સુરતમાં લુખ્ખા તત્વો

  • Share this:
સુરતના (Surat) જહાંગીરપુરા (Jahangirpura) વિસ્તાર મતદાનના આગલે દીવસે એક યુવાનની હત્યા (Murder) અને બીજા યુવાનની હત્યના પ્રયાસની ઘટના સમયે આવી હતી. જોકે પોલીસે (Surat Police) આ ગુનામાં આઠ જેટલા આરોપી ધરપકડ (Arrested) કરી છે જોકે ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મર્સિડિઝ (Mercedez) સાથે ફોટા અપલોડ કરવા બાબતે થયેલા ઝઘડામાં આ ખૂની ખેલ ખેલાયો છે. પોલીસે એક આરોપી કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronavirus)  આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અમરોલી વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં સુનિલ પોતાના પરિવાર સાથે રહે છે, અને જિમ ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો. શનિવારની રાત્રે મહેમાન આવ્યા હતા જેમની સાથે રાત્રીનું ભોજન ચાલી રહ્યું હતું. તે દરમિયાન મિત્ર જીજ્ઞેશનો વારંવાર ફોન આવતો હતો. ભોજન બાદ ફોન રિસીવ કરતા જીજ્ઞેશે સુનિલને તાત્કાલિક જહાંગીરપુરા બોલાવ્યો હતો. મારી મગજ મારી ચાલે છે એમ કહેતા સુનિલ મહેમાનોની ગાડીમાં જહાંગીરપુરા ચાલી ગયો હતો.આ પણ વાંચો :  સુરત : 'વેચી નાખી કૉંગ્રેસને આ લોકોએ,' કૉંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરોની તોડફોડ, 3 નેતાના પૂતળાં બાળ્યા

મારી મગજ મારી ચાલે છે એમ કહેતા સુનિલ મહેમાનોની ગાડીમાં જહાંગીરપુરા ચાલી ગયો હતો. કારમાં બીજો એક અન્ય યુવાન પણ હતો. ઉગત નજીક કાર ઉભી રાખી સુનીલ અને જીજ્ઞેશ બહાર નીકળી વાતો કરી રહ્યા હતા. દરમિયાન 15-20 જણાનું ટોળું બન્ને પર તૂટી પડ્યું હતું.

ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી કારમાં જીવ બચાવી સંતાઈ ગયેલા યુવાન પર હુમલો કરવા હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. ગણતરીની મિનિટોમાં બન્ને મિત્રો પર થયેલા જીવલેણ હુમલાને જોનાર રાહદારીઓએ 108ને જાણ કરી હતી. 108માં બન્નેને સિવિલ લઈ આવતા સુનિલને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જીજ્ઞેશને તાત્કાલિક વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે સુનિલને પીઠ, છાતીના ભાગે 7-8 ઘા મરાયા હતા. જ્યારે મોત સામે લડી રહેલા જીજ્ઞેશને 10થી વધુ ઘા મરાયા છે.

ફાઇટર ગેંગના શખ્સો ઝડપાયા એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ


આ પણ વાંચો :  મનપાનો જંગ : કેજરીવાલ, ઔવેસી અને માયાવતીની પાર્ટીએ કૉંગ્રેસનો 'ખેલ' બગાડ્યો, 37 બેઠકો છીનવી

આ મામલે તપાસ શરૂ કરતા પોલીસને હકીકત મળી હતી કે ઇજાગ્રસ્ત યુવાન જીગ્નેશ ઉમેશભાઈ ચૌહાણને આરોપી  ચીંતન ઉર્ફે ચીતલો ગોલ્ડન સાથે  ઈસ્ટ્રાગ્રામ ઉપર મર્સિડીઝ સાથે ફોટા અપલોડ કરવા બાબતે ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને ચીમન ઉર્ફે ચીતલો ગોલ્ડન રમેશભાઇ પટેલ, હિમાંશુ કોળી પટેલ,   મિતલ ઉર્ફ મર્સીડીઝ  પ્રદિપભાઇ પટેલ, તુષાર ઉર્ફ કાંચો / વિનોદભાઇ પટેલ  જીગરકુમાર ઉર્ફે જીગો  ચંપકભાઇ પટેલ ધ્રુવકુમાર ઉર્ફે ફેનિલ ઉર્ફે નાગ , મહેશભાઇ પટેલ   નિખીલકુમાર જયપ્રકાશભાઇ પટેલ, સેમલ, સુરેનગીરી ગોસ્વામી તક્ષય  દિલીપભાઇ પટેલના સાહીના લોકોએ હુમલો કર્યો  હતો.
Published by:Jay Mishra
First published:February 24, 2021, 16:49 pm

ટૉપ ન્યૂઝ