સુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ


Updated: July 5, 2020, 8:11 AM IST
સુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ
પોલીસે આ મામલે લાંચ માંગનાર કૉન્સ્ટેબલ સાથે રીક્ષા ચાલકની ધરપકડ કરી છે.

અમદાવાદની મહિલા પીએસઆઈ શ્વેતાબા જાડેજાનો લાંચ કાંડ ચરમસીમાએ છે ત્યારે સુરત પોલીસ પણ લાંચના મામલે સજાગ થઈને પોતાના કર્મચારીની ધરપકડ કરતી જોવા મળી

  • Share this:
સુરતના ભટાર વિસ્તારમાં રસ્તા પર બેસેલા યુવાનો પોલીસને જોઈને બાઇક મૂકીને ભાગી છૂટ્યાં હતા. જોકે આ બાઈક છોડવા જતા પોલીસે આ યુવકો પાસે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. પોલીસ કર્મચારી લાંચ લે તેપહેલાં આ આરોપીને  ખબર પડી ગઈ હતી કે એસીબી તેમને પકડવા આવી છે, ત્યારબાદ આ આરોપી ભાગી છૂટ્યાં હતા.  જોકે 9 મહિના બાદ ACB આ મામલે ગુનો નોંધી પોલીસ કર્મચારી સાથે તેના રીક્ષા ચાલાકની પણ ધરપકડ કરી છે.

સુરતના ભટાર વિસ્તાર આજથી 9 મહિના પહેલાં રસ્તા પર કેટલાક યુવાનો પોતાના મિત્રો સાથે બેસેલા હતા. તેજ સમયે ખટોદરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે  બેસેલા યુવાનો ખટોદરા પોલીસ આવતા ભાગી ગયા હતા ત્યારે તે જગ્યા પર એક યુવાનું બાઈક રહી ગયું હતું.

આ પણ વાંચો :  સુરત : કાપોદ્રા બ્રીજ પરથી યુવકે તાપીમાં કૂદી આપઘાત કર્યો, મૃતક રત્નકલાકાર હોવાની આશંકા

જે બાઈક  પોલીસ કબ્જે કર્યુ હતું અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જોકે ત્યારબાદ આ યુવકો બાઇક છોડવા જતા પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહે તેના રિક્ષાચાલક ઈમરાન મારફતે 15 હજારની લાંચ માંગી હતી. જોકે આ યુવાનો દ્વારા લાંચ નહિ આપવી પડે તે માટે વીડીયો રેકોડિઁગ અને ઓડિયો રેકોર્ડિંગના આધારે એસીબી (એન્ટિ કરપ્શન બ્યૂરો) માં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : 'તું મારી નહીં તો કોઈની નહીં', લેડી Don ભુરીને તમાચો મારી પૂર્વ પ્રેમીએ હંગામો મચાવ્યોજોકે ફરિયાદ બાદ આરોપીને પકડી પાડવા માટે એસીબી દ્વારા છટકું ગોઠવામાં આવ્યુ હતું પણ આરોપીને ગંદ્ય આવી જતા તે ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટ્યો હતો.

જોકે સાંયોગિક પુરાવાના આધારે રૂપિયા 15 હજારની લાંચ માંગનારા  પોલીસકર્મી દિગ્વિજયસિંહ અને તેના રિક્ષાચાલક ઈમરાન વિરુદ્ધ એસીબીએ 29મી ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો. જોકે આ કેસમાં જરૂરી પુરાવા ભેગા કર્યા બાદ ગતરોજ  એસીબીએ ખટોદરા પોલીસના એલ.આર દિગ્વિજયસિંહ મસાણી અને રિક્ષાચાલક ઈમરાન શેખની  9 મહિના પહેલાં બનેલા બનાવમાં ધરપકડ કરી છે.
First published: July 5, 2020, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading