સુરતમાં લોકોની જિંદગી સાથે ચેડાં: બનાવટી ડિગ્રી પર પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો

સુરતમાં લોકોની જિંદગી સાથે ચેડાં: બનાવટી ડિગ્રી પર પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો
બોગસ તબીબ નિલેશ.

બોગસ તબીબ નિલેશ પાંડેસરા વિસ્તારમાં "આશીર્વાદ ક્લિનિક" ચલાવતો હતો, મૂળ મધ્ય પ્રદેશના રિવા જિલ્લાનો રહેવાશી છે.

  • Share this:
સુરત: આમ તો ડૉક્ટર (Doctor)ને ભગવાનનું જ બીજું રૂપ માનવામાં આવે છે. બીજી તરફ કેટલાક બની બેઠેલા બોગસ ડૉક્ટરો લોકોની જિંદગી સાથે ચેડાં કરતા હોય છે. આ લોકો નકલી ડિગ્રી (Fake degree) પર પોતાની હાટડીઓ શરૂ કરીને લોકોના જીવ સાથે ચેડાં કરતા હોય છે. સુરતમાં આવા જ એક ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આવા તબીબો સામાન્ય રીતે પછાત વિસ્તારોમાં પોતાની દુકાનો ચલાવતા હોય છે. આવા નકલી તબીબો (Bogus doctor) સામે તંત્ર અને ખાસ કરીને પોલીસે લાલા આંખ કરી છે.

બુધવારે સુરતની એસઓજી પોલીસે માહિતીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ ડી-માર્ટની સામે બાલાજીનગર સોસાયટી, મકાન નં- 185માં "આશીર્વાદ ક્લિનિક" ચલાવતા ડૉ. નિલેશ સત્યનારાયણ તિવારીની અટકાયત કરી છે. નિલેશ વડોદ ગામ, પાંડેસરા ખાતે રહે છે, તે મૂળ મધ્ય પ્રદેશના રિવા જિલ્લાનો રહેવાશી છે. પોલીસે તબીબની પૂછપરછ કરતા તેની પાસે ડૉક્ટરની ડિગ્રી ન હોવાનું માલુમ પડ્યું છે. સાથે જ તેણે કોઈ જગ્યાએથી બોગસ ડૉક્ટરની ડિગ્રી મેળવી તેમજ પોતાના નામનું ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટેનું બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી બનાવ્યું હતું. આના આધાર પર તે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો.આ પણ વાંચો: અમદાવાદ: પતિ કૌટુંબિક ભાણી સાથે કરતો હતો પ્રેમભરી વાતો, પત્નીએ રંગેહાથ પકડ્યો

પોલીસે આ મામલે પાંડેસરા બમરોલી SMC હેલ્થ સેન્ટરના ડૉક્ટર, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર તથા સબ સેનેટરી ઇન્સ્પેકટર સાથે રાખીને દરોડા પાડ્યા હતા. પકડાયેલા બોગસ તબીબ પાસેથી પોલીસને તેના નામની B.A.M.S. કોલકાતાની બનાવટી ડૉકટરની ડિગ્રી તેમજ અમદાવાદ ખાતે નોંધણી કર્યાંનું બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી મળી આવ્યું છે. પોલીસે તમામ બાબતો પરથી તબીબ બોગસ હોવાની ખાતરી થયા બાદ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપતા યુવકનો આપઘાત

આ પણ જુઓ


પોલીસે તેના ક્લિનિકમાંથી દવા/સીરપ, ઇન્જેક્શન તથા અન્ય ઉપકરણો કબજે કર્યાં છે. આ તબીબ જે જગ્યાએથી બનાવટી સર્ટી બનાવ્યું હતું તે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ આદરી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 21, 2021, 07:43 am

ટૉપ ન્યૂઝ