Home /News /south-gujarat /

સુરત : 75 માથાભારે શખ્સોને પાસા, 32 બૂટલેગર, 42 ટપોરી અને એક જુગારધામ ચલાવનાર સાણસામાં

સુરત : 75 માથાભારે શખ્સોને પાસા, 32 બૂટલેગર, 42 ટપોરી અને એક જુગારધામ ચલાવનાર સાણસામાં

સુરત નવા CP અજય તોમરની તસવીર

સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ પાસાના નવા કાયદા પ્રમાણે કાર્યવાહી શરૂ કરી, સુરતમાં હવે કાયદો હાથમાં લેનારા પર કડક કાર્યવાહી થશે

ગુજરાત સરકાર દ્વારા ગુનેગારોને (Government of Gujarat) અકુંશમાં રાખવા માટે કાડયો કડક બનાવવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં વધતી જતી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે નવા કાયદા હેઠળ એક સાથે 75 લોકોને પાસામાં મોકલીને (PASA To 75 criminals in surat) ગુનેગારોમાં ફફડાટ ફેલાવી નાખ્યો છે. જોકે અલગ અલગ ગુનામાં સંડોવાયેલા લોકોને પાસ એક્ટ (PASA Act) હેઠળ તેમને રાજય ની અલગ લાગે જેલમાં મોકલી આપી શહેરમાં ગુનાખોરી ડામવાનો પ્રયાસ કર્યો છે. જોકે રાજયમાં અને સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા મળ્યો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓ ઉપર દિવસેને દિવસે છેડતી, બળાત્કાર અને માનસિક ત્રાસના ગુનાઓ વધી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે તાજેતરમાં પાસા એક્ટનો કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે. ત્યારે છોકરીઓની છેડતી કરનારા હવે ચેતી જજો. સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે બુટલેગર, જુગાર સંચાલક સહિત 75 માથાભારે તત્ત્વો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  સુરત : કારમાંથી મળ્યો જાણીતા જીમ ટ્રેનરનો મૃતદેહ, નશીલા પદાર્થ અને ઇન્જેક્શન મળી આવતા રહસ્ય ઘેરાયું

તાજેતરમાં જ રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કર્યો છે. દારૃ-જુગારનો વેપલો કરનારા તથા ટપોરીગીરી-ભાઇગીરી કરતા તત્ત્વોની શાન ઠેકાણે લાવવા સરકારે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ પાસાના નવા કાયદા પ્રમાણે કાર્યવાહી શરૃ કરી છે.શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુના કરનારા નામચીન તત્ત્વોને પાસામાં ધકેલી અપાયા છે.

જાણો કોની કોની થઈ પાસા હેઠળ ધરપકડ

જે મુજબ 32 બુટલેગરો, 1 જુગાર સંચાલક અને 42 ટપોરી તત્ત્વો કહો કે ભયજનક વ્યક્તિઓ સામે પાસા હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 75 જણાને રાજ્યની અલગ-અલગ જેલમાં પાસામાં મોકલી અપાયા હોવાનું જાણવા મળે છે. શહેરની શાંતિને ડહોળાવવાનો પ્રયાસ કરનારા તત્ત્વોને બક્ષવામાં નહિ આવે.

આ પણ વાંચો :  સુરત : BJPના મહિલા કાર્યકર અને યુવક વચ્ચે ઝઘડો, અભદ્ર કોમેન્ટ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

શહેર પોલીસે આવા તત્ત્વોને પાઠ ભણાવવા કડકમાં કડક એક્શન લેવાની ચિમકી ઉચ્ચારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પાસા-તડીપારના કાયદામાં સુધારો આવ્યા બાદ ચીટિંગના આરોપીને તડીપાર કરવાની પહેલ સુરત શહેર પોલીસે કરી હતી. સાથોસાથ જુગાર સંચાલકને પણ પાસામાં ધકેલવાનો પહેલો કેસ સુરતમાં નોંધાયો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Surat Crime, Surat news, Surat police, Surat police commissioner, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन