સુરત : લૉકડાઉન વચ્ચે ઇચ્છાપોર વિસ્તારમાં ગપ્પા મારતી 7 પરપ્રાંતીય મહિલાની ધરપકડ

News18 Gujarati
Updated: May 18, 2020, 2:02 PM IST
સુરત : લૉકડાઉન વચ્ચે ઇચ્છાપોર વિસ્તારમાં ગપ્પા મારતી 7 પરપ્રાંતીય મહિલાની ધરપકડ
ફાઇલ તસવીર

ફેસબુક પેજ પર મળેલા ફોટોગ્રાફના આધારે પોલીસે દરોડાં પાડયાં, માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું ન હતું.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કેટલાક લોકો ટોળે વળીને બેસતા હોય છે. આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસ (Surat Police)ને આ કામમાં સામાન્ય નાગરિકો મદદ કરે છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં એક મકાન બહાર મહિલાઓ ટોળી વળીને બેઠી હતી. આ તમામ લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતા અને સોશિયલ ડિસ્ટન્સિગ (Social Distancing) જાળવ્યું ન હતું. એક જાગૃત નાગરિકે આ અંગેની તસવીરો સુરત પોલીસના ફેસબુક (Facebook) પર મોકલી હતી. આ મામલે પોલીસે સાત મહિલા સામે કાર્યવાહી શરૂ કરી છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉનના અમલ કરવા માટે સુરત પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જેમાં જો કોઈ લૉકડાઉનનું ઉલ્લંઘન કરતા જણાય તો તે લોકો તેની તસવીરો મોકલતા હોય છે. જેના આધારે પોલીસ કાર્યવાહી કરે છે. ગતરોજ સુરતના જાગૃત નાગરિક દ્વારા સુરત સીટી પોલીસને તેના ફેસબુક પેજ પર એક ફોટો મળ્યો હતો. જેમાં ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં કેટલીક મહિલાઓ ટોળે વળી ગપ્પા મારી રહી હોવાની ટેગલાઇન હતી. જે બાદમાં શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આ અંગેની જાણ ઇચ્છાપોર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદઃ BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળેલી કોરોના દર્દીની લાશ મામલે સોમવારે થશે ખુલાસો

પોલીસે ફોટોગ્રાફના આધારે દરોડા પાડી માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર ગપ્પા મારી રહેલી કૃપાદેવી મુકેશ જાગીડ, રશ્મીદેવ અજય જગરામસિંહ, નીલુદેવી અનિલકુમાર રાય, સરિતાકુમારી પ્રદીપસિંહ શિવજી, રજનીદેવી રણવીરસિંહ બ્રિજેન્દ્રસિંહ, નિરજદેવી કમલેશ દુબે અને રન્કીદેવી ઉમેદસિંહ જગરામસિંહને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
First published: May 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading