સુરતમાં જન્મ દિવસની પાર્ટી પર પોલીસના દરોડાં, 14 લોકો દારૂ પીધેલા ઝડપાયા

સુરતમાં જન્મ દિવસની પાર્ટી પર પોલીસના દરોડાં, 14 લોકો દારૂ પીધેલા ઝડપાયા
દારૂ પાર્ટીમાંથી ઝડપાયેલા લોકો.

બાતમીને આધારે ઉમરા પોલીસ દારૂની પાર્ટી પર ત્રાટકી હતી. પોલીસે પાર્ટી પર દરોડાં કરીને 14 લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં.

 • Share this:
  સુરત : શહેરમાં 31મી ડિસેમ્બર પહેલા પોલીસે એક મોટી દારૂ પાર્ટી પકડી પાડી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 14 લોકો પીધેલી હાલતમાં પકડાયા છે. આ ઉપરાંત પોલીસે દારૂની 31 બોટલ કબજે કરી છે. આ મામલે ઝડપાયેલા તમામ લોકોનું પોલીસે રાત્રે જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. દીકરાના જન્મ દિવસે પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહેલા પિતાની પોલીસે ધરપકડ કરી છે.

  સુરત આમ તો ખાવા પીવા જાણીતું છે. કહેવાય છે કે સુરતમાં કોઈ પ્રસંગ હોય કે તહેવાર હોય તે દારૂ વગર અધૂરો મનાય છે! આવા સમયે હવે રાજ્યના પોલીસ વડાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ હટાવી દેતા મોટી સંખ્યામાં દારૂ શહેરમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં 31મી ડિસેમ્બર હોવાથી પણ દારૂની માંગ વધી છે.  બરાબર આ સમયે સુરતના ઉમરા પોલીસને બાતમી મળી હતી કે  પીપલોદ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં દારૂની પાર્ટી ચાલે છે. અહીં શૈલેષ ઉર્ફે બન્ટી પરદેશીના દીકરાના જન્મ દિવસ નિમિત્તે પાર્ટી રાખી હતી.  બાતમીને આધારે ઉમરા પોલીસ દારૂની પાર્ટી પર ત્રાટકી હતી. પોલીસે પાર્ટી પર દરોડાં કરીને 14 લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં. સાથે જ 31 બોટલ દારૂ પણ ઝડપી પાડ્યો હતો.  દારૂ પાર્ટી કરતા ઝડપાયેલા લોકો

  1. અજય જતીન ઢોલે (ઉ.વ.28 રહે વેદ રોડ લક્ષ્મી નગર)
  2. જયેશ ભાનજી બારૈયા (ઉ.વ. 30 રહે આદર્શ નગર કાપોદ્રા)

  3. મનોહર મન્સુર શેખ (ઉ.વ. 43 રહે રામપુરા કડીયા શેરી)

  4. રાકેશ ભરતસિંહ પરમાર (ઉ.વ. 29 રહે વિઠ્ઠલ નગર અમીધારા વાડી અડાજણ)

  5. હેનિષ રસિક બામરોલીયા (ઉ.વ. 23 રહે રચના સોસાયટી લબેહનુમાન રોડ)

  6. શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી (ઉ.વ. 33 રહે પીપલોદ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ )

  7. શંકર અશોક પટેલ (ઉ.વ. 27 રહે શિવ નગર વેડ રોડ)

  8. અનિલ શંકર રાઠોડ (ઉ.વ. 23 રહે ઉધના નીલગીરી)

  9. આનંદ રમેશ પરદેશી (ઉ.વ.29 રહે શિવ નગર વેડ રોડ)

  10. નૈનેશ ઠાકોર ગોહિલ (ઉ.વ. 28 રહે અમરોલી પ્રમુખ પાર્ક)

  11. ભાવિન ભરત સોલંકી (ઉ.વ. 29 રહે ગ્રીન રેસિડેન્સી આનંદ મહેલ રોડ અડાજણ)

  12. મહેન્દ્ર લક્ષમણ સોસા (ઉ.વ. 27 રહે વેડ ડભોલી કિસ્મત નગર)

  13. ગિરીશ ચેતન ગામીત (ઉ.વ. 39 રહે સ્વામી નારાયણ એપાર્ટ. અડાજણ)

  14. ભાવેશ સુનિલ લાહોરે (ઉ.વ. 20 રહે વિજય લક્ષ્મી સોસાયટી કતારગામ)  Published by:Vinod Zankhaliya
  First published:December 26, 2019, 08:59 am

  ટૉપ ન્યૂઝ