સુરત : ફિલ્મોના ચોરને પણ આટી મારે એવી ગેંગ, રાત્રે કરતા ચોરી, દિવસે કરતાં ખાસ ધંધો

સુરત : ફિલ્મોના ચોરને પણ આટી મારે એવી ગેંગ, રાત્રે કરતા ચોરી, દિવસે કરતાં ખાસ ધંધો
આ ગેંગમાં પુરૂષો સાથે મહિલાઓ પણ હતી.

શ્વાનને ભગડાવા માટે ગિલોલ વાપરતા હતા, જે ઘરમાં ચોરી કરે ત્યાં રસોડામાંથી જમી પણ લેતા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો, જાણો કોણ છે આ 10 તસ્કરો ક્યાંના છે રહેવાસી સુરતમાં ચોરી સિવાય શું કરતા હતા?

  • Share this:
સુરતમાં છેલ્લા ચાર મહિનાથી પડાવ નાંખી અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમય દરમિયાન ચોરી કરતી આંતરરાજ્ય ઍમ.પીની ચડ્ડી બનીયાનધારી પારધી ગેંગના 10 સાગરીતોને ઝડપી પા઼ડવામાં પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ માત્ર સુરત શહેરમાં જ 14 ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી છે. આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લા ઉપરાંત મુંબઈ, બિહાર, પંજાબ, રાજસ્થાનાં અને મઘ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી છે. ટોળકી પાસેથી રોકડા 36 હજાર, 1.48 લાખના સોના ચાંદીના દાગીના, મોબાઈલ, કાંડા ઘડિયાળ અને ચોરી કરવાના સાધનો કબજે કર્યા છે જયારે ગેંગના છ સાગરીતોને વોન્ટેડ બતાવ્યા છે.સુરતમાં છેલ્લા ચાર મહિનાથી પડાવ નાંખી અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમય દરમિયાન ચોરી કરતી આંતરરાજ્ય ઍમ.પીની ચડ્ડી બનીયાનધારી પારધી ગેંગના 10 સાગરીતોને ઝડપી પા઼ડવામાં પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ માત્ર સુરત શહેરમાં જ 14 ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી છે. આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લા ઉપરાંત મુંબઈ, બિહાર, પંજાબ, રાજસ્થાનાં અને મઘ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી છે. ટોળકી પાસેથી રોકડા 36 હજાર, 1.48 લાખના સોના ચાંદીના દાગીના, મોબાઈલ, કાંડા ઘડિયાળ અને ચોરી કરવાના સાધનો કબજે કર્યા છે જયારે ગેંગના છ સાગરીતોને વોન્ટેડ બતાવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચડ્ડી બનીયારધારી ગેંગ સક્રિય બની હતી અને રાત્રીના સુમારે  ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતી હતી. શહેરમાં ઉપરા છાપરી બનતા ગુનાઓને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ખાસ કોમ્બીંગનું આયોજન કરવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત અધિક પોલીસ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઈમ દ્વારા આવા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા તેમજ બનતા અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો હતો. અને ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર,આર. સરવૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એલ.ડી. વાઘડીયા સહિતના પીઍસઆઈની અલગ અલગ ટીમો બનાવી હતી.તે દરમિયાન ઘરફોડ સ્કોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે એવી બાતમી મળી હતી કે ચડ્ડી બનીયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા સમયથી રાત્રીના સુમારે ચોરી કરે છે અને તેઓ પોતાના વતન નાસી જવાનાં છે. જે  બાતમીને વર્કઆઉટ કરી અલગ અલગ ટીમો બનાવી મોટા વરાછા લેક ગાર્ડન પાસેથી ચડ્ડી બનીયાનધારી પારધી ગેંગના દસ સાગરીતોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી રોકડા 36,000, રૂપિયા 1,48,498નો ચોના સાંદીના દાગીના, 8 નંગ કાંડા ઘડીયાળ અને 8 મોબાઈલ કબજે કર્ય હતા. આ ઉપરાત ચોરી કરવાના સાધનો લોખંડનું ગણેસીયુ, પેચીંયા નંગ-2 તાર ક્ટીંગ કરવનુ પક્કડ, વાંદરી પાનું, લોખંડની કાનસ, હેડ ડ્રીલ પાનુ, ગીલોલ નંગ-૪ કબજેકર્યા હતા.ઍમ.પીની  ચડ્ડી બનીયાનધારી પારધી ગેંગની પ્રાથમિક પુછપરછમાં સુરત શહેરમાં જહાંગીરપુરા, કાપોદ્રા, કતારગામ, ખટોદરા, ઉમરા, સરથાણા, સિંગણપોર, અમરોલી ,ચોકબજારમાં ૧૪ ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી હતી.

આ  ઉપરાંત ટોળકીએ ગુજરાત રાજયમાં અમદાવાદ, બરોડા, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, નવસારીમાં જયારે અન્ય રાજયમાં મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબમાં પણ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ટોળકીના છ સાગરીતોને વોન્ટેડ બતાવ્યા છે.

દિવસમાં ફુગ્ગા વેચી રેકી કરતા

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં આંતરરાજ્ય એમ.પીની ચડ્ડી બનીયાનધારી પારધી ગેંગે સુરતમાં છેલ્લા ચાર મહિનાથી પડાવ નાંખ્યો હતો. ગેંગમાં કુલ 16 સાગરીતો છે. જેમાંથી કેટલાક સાગરીતો દિવસમાં ફુગ્ગા  વેચવાનું કામ કરી રેકી કરતા હતા. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં રીક્ષામાં બેસી જુદાજુદા વિસ્તારોમાં ફરી ખુલ્લી જગ્યા પાસે વીઆઈપી બંગલા ટાર્ગેટ કરતા હતા. સાંજે સાત વાગ્યે પરત નાસી જતા

ટોળકીના માણસો જે જગ્યાની રેકી કરતા તે જગ્યાનું નામ સરનામું રીક્ષા ચાલક પાસે કાગળ પર લખી લેતા હતા. અને રાત્રીના આઠ વાગ્યે જુદી જુદી રીક્ષામાં બેસી રેકી કરેલ જગ્યાઍ પહોચી જતા હતા. અને અવવારૂ જગ્યામાં રાત્રી રોકાણ કરી દોઢ-બે વાગ્યે ચોરી કરવા જતા હતા.

આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

ઓળખ ન થાય તે માટે કપડા કાઢી ચડ્ડી બનીયાન પહેરતા

ટોળકી જ્યાં પણ ચોરી કરવા માટે જતા ત્યારે પોતાની ઓળખ છતી ન થાય તેનું ખાસ ધ્યાન રાખતા હતા જે માટે તેઓ પોતાના કપડા કાઢી નાંખતા હતા અને ચડ્ડી બનીયાર પહેરતા હતા. અને કપડા પોતાની લૂંગીમાં વીટાળી લુંગી કેમરાના ભાગે બાંધી દેતા હતા. ચંપલ બનીયાનના પાછળના ભાગે નાંખચા જયારે ચોરી કરવા માટેના સાધનો થેલામાં મુકતા હતા.

અને ચોરી કરવા જતા ત્યારે સાધનો પણ લુંગીમાં મુકી કમરના ભાગે ખોસી છુપાવતા હતા, ચોરી કર્યા બાદ પરત પોતાની જગ્યાઍ આવી જતા અને સવાર થાય ઍટલે પેન્ટ શર્ટ પહેરી લોકોની અવર જવર અને ભીંડમાં ચાલતા ઑટોરીક્ષામાં બેસી પરત પોતાની મુળ જગ્યાએ નાસી જયા હતા.અને અમરોલી ખાતે આવી ચોરીનો રોકડ રકમ સહિતનો મુદ્મામાલ સરખે ભાગે વહેચી લેતા હતા.

ગેંગના માણસોને અલગ અલગ કામ સોંપવામાં આવતું હતું

ગેંગના તમામ માણસો સાથે ચોરી કરવા માટે જતા હતા પરંતુ તમામ ઘરમાં ઘુસ્તા ન હતા દરેકને ઘરમાં કેવી રેતી ઘુસવાનું જે અંગે કામકાજ સોપી દેવામાં આવતુ હતું જેમાં રાજકુમાર, દેવા પારધી, ગજરાજ વારાફરતી ઘરની બારીના ખીલ્લા પેચીયાથી ખોલતા હતા. ત્યારબાદ રૂકેશ ચોટલી અને કાલુ દરવાજાનો નકુચો વાંદરીયા પાનાથી તોડવાનું કામ કરતા અને દાવ પારઝી કાર કટીંગ કરતો હતો. ત્યારબાદ ઘરમાં ચોરી કરવા માટે ઘુસતા હતા

આ પણ વાંચો : અમદાવાદ : દારૂબંધીના દાવા વચ્ચે દારૂના જ પૈસા લેવા બાબતે મહિલા PSI સહિત 3 સસ્પેન્ડ

રસોડામાંથી ખાવાનું પણ ખાઈ જતા

પોલીસની પુછપરછમાં ઍક ચોકવનારી બાબત એવી પણ બહાર આવી હતી કટોળકી જે ઘરને નિશાન બનાવી છે ત્યાં ચોરી કર્યા બાદ જા રસોડામાં ખાવાનું મળે તો ત્યાં બેસીને ખાવાનું ખાઈને જતા હતા. ટોળકી ઘરમા્ં બેસી બિન્દાસ્ત જમ્યા બાદ વારાફરતી ઘરમાંથી નિકળતા હતા. અને પરત પોતાની જગ્યાઍ આવી જતા હતા અને સવાર થવાની રાહ જાતા અને અજવાળુ થાય ત્યારે શર્ટ પેન્ટ પેહરી પોતાની મૂળ જગ્યાઍ નાસી જતા હતા.

કૂતરાને ભગાડવા માટે ગીલોલ સાથે રાખતા

પારધી ગેગ દ્વારા જે પણ બંગલામાં ચોરી કરવાનું નક્કી કર્યા બાદ તમામને અલગ અલગ કામકાજ સોપી દેતા હતા જે પ્રમાણે રાજકુમાર, દેવા, રજરાજ ઘરમાં ચોરી કરવા માટે ઘુસ્તા હતા જયારે દિનેશ, બલ્લા, રાજુ સોલંકી, વિકાસ, અર્જુન. શીમ્બા, બાપુસીંગ, મોન્ટી પારધી ઘરની આજુબાજુમાં ઉભા રહી કોઈ બહારથી આવે તો અંદરના માણસોને ઍલર્ટ કરવાનું કામકાજ કરતા હતા જયારે બાકીના માણસો રોડની આજુબાજમાં વોચ રાકતા હતા. તેઓ પોતાની પાસે ગીલોલ રાખતા હતા તેઓ શ્વાન ભસે તો ગીલોલમાં પથ્થર મુકી  શ્વાન મારતા તેમજ લોકો જાગી જાય તો પથ્થર મારતા હતા.

આ પણ વાંચો : સુરત : કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને ચોર ઘૂસ્યો, ચોર્યા દર્દીનાં મોબાઇલ Live CCTV

ઝડપાયેલા આરોપીઓનાં નામ

નંદુ કનૈયા પારધી(ઉ,.વ.45, રહે,પ્રધાનમંત્રી આવાસ રતલામ મધ્યપ્રદેશ)દિનેશ બન્નેસીંગ પારધી (ઉ.વ.42.રહે,પ્રધાનમંત્રી આવાસ રતલામ મધ્યપ્રદેશ)બાપુસીંગ ઉર્ફે બાપુ શાહુસીંગ ફુલમાળી (ઉ.વ.60.રહે,નીલગંગા ઉજ્જૈન મધ્યપ્રદેશ)બલ્લા કનૈયાલાલ ભીલ(ઉ.વ.55.રહે,બીલપા, રતલામ મધ્યપ્રદેશ)કાલુ બાલા બામણી (ઉ.વ.22.રહે, બીલપા રતલામ મધ્યપ્રદેશ)રાજકુમાર ચુન્નીલાલ પવાર (રગે,રતલામ મધ્યપ્રદેશ) વિકાસ બાબલા સોલંકી (રહે, ગ્વાલીયર મધ્યપ્રદેશ)અર્જુન પ્રમસીંહ સોલંકી (રહે,. રતલામ મધ્યપ્રદેશ)સીમ્બા દુર્ગા પવાર (ઉ.વ.18. રહેસ.રતલામ મધ્યપ્રદેશ)બોકસ- વોન્ટેડ આરોપીરૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારધી (રહે, ગુના મધ્યપ્રદેશ)દેવા રૂપા પારધી (રહે, ગુના મધ્યપ્રદેશ). સચીન બલ્લા ભીલ (રહે, ગુના મધ્યપ્રદેશ)ગજરાજમોન્ટુ નંદુ પારધી (રહે, ગુના મધ્યપ્રદેશ)કાલા
Published by:Jay Mishra
First published:May 03, 2021, 18:57 pm

ટૉપ ન્યૂઝ