સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા

સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા
મહિલા બે વર્ષથી નાસતી ફરતી હતી.

Surat honey trap case: લોન લેવાને બહાને એજન્ટને ઘરે બોલાવ્યા બાદ 41 હજાર પડાવ્યા હતા, પોલીસ ફરિયાદ બાદ બે વર્ષથી નાસતી ફરતી મહિલાની ધરપકડ.

  • Share this:
સુરત: આજકાલ હનીટ્રેપ (Honey trap)ના કિસ્સા ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. સૌરાષ્ટ્રમાંથી તાજેતરમાં હનીટ્રેપના અનેક કિસ્સા બહાર આવ્યા છે. સુરતની ડિંડોલી પોલીસે (Dindoli police station) આવા જ એક કિસ્સામાં નાસતી ફરતી એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ એક લોન એજન્ટ (Loan agent)ને લોન લેવાના બહાને ઘરે બોલાવ્યો હતો અને બાદમાં હનીટ્રેપમાં ફસાવી દીધો હતો. જે બાદમાં એજન્ટ પાસેથી પૈસા પડાવ્યા હતા. આ મામલે યુવકની ફરિયાદ બાદ પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી હતી. મહિલા છેલ્લા બે વર્ષથી નાસતી ફરતી હતી. આખરે પોલીસને મહિલાની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

સુરતમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા બોલાવી બાદમાં નિર્વસ્ત્ર હાલતમાં ફોટો પાડી લઈને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનારી ગેંગે સક્રિય છે. આજથી બે વર્ષ પહેલા ડિંડોલી કરાડવા રોડ, ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી વિજેતા ઉર્ફે વિનીતા સંજય વસંત કુંભારે લોન લેવાના બહાને એક લોન એજન્ટને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેના સાગરીત ગુડ્ડી, ઉમેશ અને સોનું છપરી સાથે મળી લોન એજન્ટને ખોટા ખેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 41 હજાર પડાવ્યા હતા.આ પણ વાંચો: યુવક-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતી યુવતીની ધરપકડ, પોલીસે સમલૈંગિક બનીને દોસ્તી કરી અને પકડી પાડી!

લોન એજન્ટને પોતાને હનીટ્રેપમાં ફસાવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તાત્કાલિક હરકતમાં આવીને ડિંડોલી પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી બે વર્ષ પહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આ ગુનાની મુખ્ય સૂત્રધાર મહિલા ફરાર થઇ જવા પામી હતી.

આ પણ વાંચો: CA પતિએ 1.2 કરોડનો વીમો અને પ્રેમિકાને પામવા માટે મિત્રના હાથે પત્નીની હત્યા કરાવી નાખી

આ મહિલા છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસતી ફરતી હતી. તાજેતરમાં સમયે પોલીસને માહિતી મળી હતી કે મહિલા સુરતની એક સોસાયટીમાં રહે છે. જે બાદમાં પોલીસે બે વર્ષથી નાસતી ફરતી વિજેતા ઉર્ફે વિનીતા કુંભારેની ધરપકડ કરી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત તેણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:February 08, 2021, 08:23 am

ટૉપ ન્યૂઝ