મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવકોની સુરત પોલીસે ધરપકડ કરી

News18 Gujarati
Updated: December 4, 2019, 8:43 PM IST
મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવકોની સુરત પોલીસે ધરપકડ કરી
મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવકોની સુરત પોલીસે ધરપકડ કરી

રાંદેર વિસ્તારમાં 4.78 રુપિયા લાખની કિંમતના 95.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની આપ-લે કરતા બે યુવકો ઝડપાયા

  • Share this:
સુરત : સુરતમાં જાહેર ડ્રગ્સની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને સફળતા સાંપડી છે. રાંદેર વિસ્તારમાં 4.78 રુપિયા લાખની કિંમતના 95.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની આપ-લે કરતા બે ને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ્સ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ્સ લઈ સુરત આવેલો યુવાન ડીલેવરી કરવા ગયો તે સમયે પોલીસને હાથ ઝડપાયો હતો. જયારે મુંબઈ ખાતે ડ્રગ્સનો જથ્થો આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

રાંદેર વિસ્તારમાં સરફરાઝ ડ્રગ્સનો વેપાર કરે છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જે નાનપુરા વિસ્તારમાં રહેતો ગુલાબ નામનો ઇસમ મુંબઈ ખાતે ડ્રગ્સ લઈને રાંદેરના સરફરાઝને ડીલેવરી કરવા આવ્યો હતો. તે સમયે પોલીસે આ બંને યુવાનને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો હતો. 95.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત 4 .78 લાખ થાય છે.

આ પણ વાંચો - વિદ્યાર્થીઓને રાહત, સત્ર પુરુ થાય ત્યાં સુધી DPS સ્કૂલ રાજ્ય સરકાર હસ્તક રહેશે

ડીલેવરી લેવા આવેલ સરફરાઝ રાંદેર વિસ્તારમાં જિમ ચલાવતો હોવાને લઈને બોડી બનાવ માટે આ ડ્રગ્સનો ઉપયોગ કરતો હોવાની વિગત પોલીસને મળી હતી. આ જથ્થો મુંબઈ ખાતેથી લાવીને ગુલામ સરફરાઝને આપતો હોવાની વિગત આપતા પોલીસે આ બંને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. જ્યારે મુંબઈ ખાતે ડ્રગ્સ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
First published: December 4, 2019, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading