Home /News /south-gujarat /

સુરતઃ મદદના બહાને યુવતી પર બળાત્કાર, સ્વામીના રૂમમાંથી મળ્યાં કોન્ડોમ

સુરતઃ મદદના બહાને યુવતી પર બળાત્કાર, સ્વામીના રૂમમાંથી મળ્યાં કોન્ડોમ

આરોપી સાધુ

સ્વામીના રૂમ માંથી કોન્ડમ મળી આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા.

    કિર્તેષ પટેલ, સુરત

    થોડા સમય પહેલા જ એક મહંત દ્વારા દુષ્કર્મની ઘટના પ્રકાસમાં આવી હતી, ત્યારે ફરી એક વાર એક સ્વામી ચર્ચામાં છે. આ વખતે સુરતના ડભોલીમાં એક યુવતીએ સ્વામીનારાયણના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે સ્વામીના રૂમ માંથી કોન્ડમ મળી આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા. જ્યારે મંદિરની સામે આવેલા મેડિકલમાંથી જ સ્વામી આ કોન્ડમ મંગાવતો હતો. સ્વામી યુવતીને વારેવારે ફોન કરી બોલવતો હતો. બીજી તરફ આ ઘટનામાં ડભોલી સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટીની પ્રતિક્રિયા સામે આવી છે.

    સ્વામીએ ઉઠાવ્યો યુવતીની મજબૂરીનો ફાયદો

    ઉલ્લેખનીય છે કે, સુરતના વેડરોડ ડભોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ 22 વર્ષિય યુવતી સાથે દુષ્કર્મ આચરવના આરોપથી સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી ગયો હતો. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ યુવતીની માતાની તબિયત ખરાબ હોવાથી તેના સારવાર માટે રૂપિયાની જરૂર હતી. ત્યાં કોઈ એ યુવતીને જાણવાયુ હતું કે સુરતના વેડ રોડ સ્વામિનારાયણ મંદિરમાં તેને તેની માતા ને સારવાર માટે રૂપિયાની મદત મળી શકે છે તેથી તે સ્વામિનારાયણ મંદિરએ મદદ માંગવા ગઈ હતી. તેનો સંપર્ક ત્યાંના એક સંત સ્વામી જોડે થયો હતો. સ્વામીએ મદદ આપવાની કહી યુવતીને તેના રેસ્ટ રૂમમાં લઇ ગઈ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે બાદ તેને સ્વામી દ્વાર તેનો ફોન નંબર લઈ થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું. યુવતી બીજીવાર માતાની સારવાર માટે રૂપિયા લેવા જતા સ્વામીએ તેને પછી તેના રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચાયું હતું.

    આ પણ વાંચોઃ સાધુને 'કારકિર્દી' હોય? પાટા ઉલાળનારા એસપી સ્વામીએ કહ્યુ, મારી કારકિર્દી ખતમ કરવાનો કારસો છે!

    સ્વામીના રૂમમાંથી મળ્યા કોન્ડોમ

    આમ સ્વામી દ્વારા તેની સાથે જબરદસ્તી અને મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચરતા યુવતીએ આખરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે સાથે પોલીસને તપાસમાં સ્વામીના રૂમ માંથી કોન્ડોમ મળી આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા.

    પુરાવા સાથે છેડછાડ ન થાય તે માટે પોલીસ ગોઠવાઇ

    કતારગામ પોલીસે સ્વામી વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. જ્યાં યુવતીનું મેડિકલ પરીક્ષણ માટે સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યારે બીજી બાજુ સ્વામીની પાપ લીલાના સાબૂત એકઠા કરવા માટે કતારગામ પોલીસના એસીપી સહિતના સ્ટાફે મોડી રાત સુધી મંદિરની અંદર તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ પુરાવા સાથે કોઈ છેદ છાડ નહીં થઈ તે માટે પોલીસના જવાન પણ મુકી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ 'સાધુના સ્વાંગમાં શૈતાનો': બળાત્કારો કરો, પાટા ઉલાળો, મિલકત મામલે લડાઈ કરો, આ શોભે છે!

    મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું?

    ટ્રસ્ટી જયેશ ગોયાનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સાધુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર છે. સાથે સાથે પોલીસને તપાસમાં પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

    યુવતીના માતા-પિતા બીમાર છે

    યુવતીના પિતાને હાર્ટની તકલીફ હોવાથી કામ-ધંધો કરી શકતા ન હતા. માતા સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી પરંતુ તેને આંગળીમાં ફ્રેક્ચર હોવાથી કરી શકતી ન હતી. યુવતી પણ સાડીમાં ધાગા તોડવાનું કરતી હતી, કામ છૂટી જતા એક મહિલાએ તેને સાધુ પૈસાની મદદ કરશે તેવી વાત કરી હતી. આ બાબતે મહિલાએ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુને વાત કરી હતી. મદદના બહાને બોલાવી સાધુએ તેને પીંખી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Rape-case, Swaminarayan, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन