સુરત: પતિએ છૂટાછેડા બાદ પણ પત્નીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું, પુણેથી ધરપકડ

સુરત: પતિએ છૂટાછેડા બાદ પણ પત્નીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું, પુણેથી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

પતિએ છૂટાછેડા માટે તેની પત્ની જવાબદાર હોવાની અદાવત રાખીને છૂટાછેડાના થોડા દિવસ બાદ જગદીશે અનિતાને પરેશાન કરવાનું શરૂ રાખ્યું હતું.

  • Share this:
સુરત: સુરત શહેરના ડીંડોલી વિસ્તાર (Dindoli area)ની યુવતીને લગ્ન (Marriage) બાદ પતિ સાથે અણબનાવને લીધે છૂટાછેડા (Divorce) થઈ ગઈ હતા. છૂટાછેડાની અદાવત રાખીને પરિણીતાને બદનામ કરવા પતિએ સોશિયલ મીડિયા (Social media)માં તસવીરો વાયરલ કરતા પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે પરિણીતાના પૂર્વ પતિની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ સાથે સંબંધ બગડતા તેમને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ કરવામાં આવતા હોવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ નક્ષત્ર ટાઉનશિપ કરાડવા રોડ પર રહેતી અનિતા ઇન્દ્રમણી શુક્લા હાલ ઘરે રહે છે. વર્ષ 2007માં તેના લગ્ન જગદીશ રાજારામ શાહુ નામના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા વર્ષ 2020માં છૂટાછેડા લઈ લીધા હતા.આ પણ વાંચો: સુરત: પૈસાની લેતીદેતીમાં લોહીયાળ મારામારીનો Live વીડિયો, બે લોકોને જમીન પર ઢાળી દીધા

જોકે, પતિએ છૂટાછેડા માટે તેની પત્ની જવાબદાર હોવાની અદાવત રાખીને છૂટાછેડાના થોડા દિવસ બાદ જગદીશે અનિતાને પરેશાન કરવાનું શરૂ રાખ્યું હતું. જગદીશ તેના ફેસબુક પ્રોફાઈલમાં પોતાની સાથે અનિતાની તસવીરો પણ મૂકતો હતો. અનિતાએ તેને ફોટો ન મૂકવા કહેવા છતાં આરોપી જગદીશ શાહુ ફેસબુક પરથી ફોટો હટાવતો ન હતો.

આ પણ વાંચો: રાજકોટ: પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકા કપડાં બદલતી હોય તેવી તસવીરો વહેતી કરી દીધી

પતિ તેની પૂર્વ પત્નીને હેરાન કરવા માટે ફોટા વાયરલ પણ કરતો હતો. સતત સમજાવા છતાંય જગદીશ નહીં સમજતા આખરે  અનિતાએ જગદીશ વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ કરી આખરે આરોપી જગદીશ શાહુની મહારાષ્ટ્રના પુણે ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ તેને સુરત લઈ આવી છે.


આ પણ વાંચો: સુરત: અસામાજિક તત્વોની દાદાગારી આવી સામે, બાઇક સવાર યુવકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ


પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું છે કે આરોપી જગદીશ પુણેમાં આયુર્વેદિક દવાની દુકાનમાં નોકરી કરે છે અને તેણે અમિતાથી છૂટાછેડા લઈ લીધા છે. આરોપી પોતાના સોશિયલ એકાઉન્ટ પર પૂર્વ પત્ની અનિતાની તસવીર રાખતો હતો. પોલીસે આ મામલે આરોપી જગદીશની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:May 13, 2021, 14:26 pm

ટૉપ ન્યૂઝ