સુરત : રત્નકલાકારને લાખો રૂપિયાના હીરાની ચોરી જબરદસ્તી કબૂલ કરાવવા ઢોર માર માર્યો, પત્નીએ પોલીસ વિરુદ્ધ આપી ફરિયાદ


Updated: September 18, 2020, 8:26 AM IST
સુરત : રત્નકલાકારને લાખો રૂપિયાના હીરાની ચોરી જબરદસ્તી કબૂલ કરાવવા ઢોર માર માર્યો, પત્નીએ પોલીસ વિરુદ્ધ આપી ફરિયાદ
પીડિતે મીડિયાને જણાવ્યું કે તેમને પૂછપરછના બહાને બોલાવીને ઢોર માર મારતા હટસ્પિટલમાં દાખલ થવું પડ્યું

રત્નકલાકારના પત્નીએ પોલીસ કમિશનરને ફરિયાદ આપી, યુવકને પોલીસના મારના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

  • Share this:
સુધરે એ બીજા આ કહેવત હાલ સુરત પોલીસ (Surat police) પર ફીટ બેસી રહી છે કારણકે થોડા દિવસ પહેલા દુર્લભ પટેલ આપઘાત (durlabh patel suicide case)) મામલે રાજ્ય ભરમાં ચકચાર મચેલા કેસમાં રાંદેર પોલીસ અરજીના આધારે દુર્લભ ભાઈને પોલીસ સ્ટેશન બોલાવી હેરાન કરવા સાથે ટોર્ચર કરતા દુર્લભ ભાઈ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. જમીનના રૂપિયા કઢાવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું ત્યારે હવે સુરતના કતારગામ પોલીસે (katargma police surat) હીરા કઢવવા માટે એક યુવાનને પોલીસ સ્ટેશન બોલાવી માર મારી ટોર્ચર કરવાની ઘટનામાં તેની પત્ની દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે

ચોરી થયેલા હીરા કઢવવા માટે એક યુવાનને પોલીસે માર મારવાની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ પોલીસે એક હીરા વેપારી સાથે મળીને કતારગામ લક્ષ્મીધામ ખાતે રહેતા અને હીરા વેપાર સાથે જોડાયેલા ભરત ભાઈ મોરડીયા ને પોલીસ કોઈ પણ વાંક વગર તારીખ 14 મીના રોજ ઘરેથી લઇ ગયા બાદ આ યુવાનને પોલીસે ઢોર માર મારીને છોડી મુક્યો હતો. જોકે આ યુવાન વિરુદ્ધ કોઈપણ  કોઈ ફરિયાદ નહિ હોવા છતાંય પોલીસ દ્વારા તેને હેરાન  કરવામાં આવતો હવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  સુરત : 'મારા પર દેવું વધી ગયું છે, વ્યાજવાળા દબાણ કરે છે', અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર

ભરત ભાઈને પોલીસે મારેલ જગ્યા પર દુખાવો થતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તેમની પત્ની સોનલ બેન દ્વારા આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ લેખિતમાં કરવામાં આવી છે. ત્યારે પોલીસે પોતાનો બચાવ કરતા આ યુવાન જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં લાખોના હીરા ચોરી થયા હોવાની માલિકે લેખિતમાં ફરિયાદ કરી હોવાનો બચાવ કર્યો છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1379 કેસ નોંધાયા, 1652 દર્દી સાજા થયા, રિકવરી રેટ 83.81% થયોજોકે પોલીસે આ મામલે તપાસસ કરતા ભરત ભાઈ શંકાસ્પદ દેખાતા તેમની માત્ર પુછ્પરછ કરી હોવાની વાત કરી છે ત્યારે સુરતમાં પોલીસે સોપારી લઈને નિર્દોશ લોકોને રઝળાવી રહી છે તેવું લાગી રહ્યુ છે ત્યારે ખુદ રક્ષક ભક્ષકની ભૂમિકામાં આવી ગયા હોવાની પણ લોક ચર્ચા ઉભી થઈ છે
Published by: Jay Mishra
First published: September 18, 2020, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading