સુરત : 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમને બે કેસમાં 20 વર્ષની સખત કેદ

સુરત : 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમને બે કેસમાં 20 વર્ષની સખત કેદ
ફૈજાબાદ જિલ્લાના સુજાનગામના વતની આરોપી મહોમ્મદ આદિલ મહોમ્મદ શલ્લુ શા વિરુદ્ધ વર્ષ 2018 અને 2019માં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો

ક્સો એક્ટની વિશેષ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો, સગીરાનું અપહરણ કરી અને નરાધમ ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો.

  • Share this:
રાંદેર વિસ્તારની (Rander surat) એક સગીરાનું (Minor girl) બે વાર અપહરણ કરી બળાત્કાર (Rape) ગુજારવાના કેસમાં શુક્રવારે પોક્સો એક્ટની (Pocso court) વિશેષ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આરોપી આદિલ મહોમ્મદ શલ્લુને એક કેસમાં 20 અને બીજા કેસમાં 10 વર્ષ કેદનો હુકમ કર્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના (uttar pradesh) ફૈજાબાદ જિલ્લાના સુજાનગામના વતની આરોપી મહોમ્મદ આદિલ મહોમ્મદ શલ્લુ શા વિરુદ્ધ વર્ષ 2018 અને 2019માં રાંદેર પોલીસ (Rander police surat) મથકમાં એકજ સગીરાનું અપહરણ (Kidnapping) અને બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ આરોપી 22 ઓગસ્ટ 2018ના 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફોસલાવી ઉત્તરપ્રદેશ લાઇ ગયો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી સગીરાને મુક્ત કરવી હતી.

બાદ 23 જાન્યુઆરી 2019ના પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તા વચ્ચેથી તેણીનું અપહરણ કરી વેડરોડ નાસિર નગરમાં લાઇ જઈ અને આખી રાત બગીમાં કેદ કરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પણ પોલીસે આદિલ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.આ પણ વાંચો :    રાજકોટ: યુવતી આજીજી કરતી રહી, હવસખોરો ના માન્યા, કૌટુંબિક ભાઈએ જ મિત્રો સાથે મળી ગુજાર્યો સામુહિક બળાત્કાર

બન્ને કેસની સુનાવણી પોક્સો એક્ટની વિશેષ કોર્ટમાં ચાલતી હતી. સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ કિશોર રેવલિયા કેસ પુરવાર કરવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને બન્ને કેસમાં દોષિત ઠેરવી અને વર્ષ 2018ના કેસમાં 20 તથા વર્ષ 2019ના કેસમાં 10 વર્ષ સખત  કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા 1272 કેસ નોંધાયા, 24 કલાકમાં 1050 દર્દીઓ સાજા થયા

ઉલ્લેખનીય છેકે આ સમગ્ર અંતિમ દલીલો કોરોનાને કારણે ઓનલાઇન યોજાય હતી અને તેમાં સરકારી વકલીની ધારદાર રજુઆતોને કોર્ટે માન્યરાખી ઓનલાઇનજ પોતાનો આદેશ સંભળાવ્યો હતો.
Published by:Jay Mishra
First published:August 29, 2020, 07:43 am

ટૉપ ન્યૂઝ