સુરતઃ કાપોદ્રામાં પ્લાસ્ટિકની પિસ્તોલની અણીએ રૂ.10 લાખથી વધુના હીરાની લૂંટ

News18 Gujarati
Updated: April 1, 2018, 6:38 PM IST
સુરતઃ કાપોદ્રામાં પ્લાસ્ટિકની પિસ્તોલની અણીએ રૂ.10 લાખથી વધુના હીરાની લૂંટ
સુરતઃ કાપોદ્રામાં પ્લાસ્ટિકની પિસ્તોલ બતાવી રૂ.10 લાખથી વધુના હીરાની લૂંટ.

  • Share this:
સુરતઃ કાપોદ્રામાં બરોડા પ્રિસ્ટેન પાસે આવેલા કારખાનામાંથી વહેલી સવારે રૂ.10 લાખથી વધુના હીરાની લૂંટનો બનાવ બન્યો છે. લૂંટારાઓ રમકડાંની પિસ્તોલની અણીએ કારખાનામાં બે કારીગરોને બંધક બનાવી રૂ.10 લાખથી વધુના હીરાની લૂંટી ફરાર થઈ ગયા છે.

મળતી વધુ વિગત મુજબ, સુરતના કાપોદ્રામાં બરોડા પ્રિસ્ટેન મોહનબાગ પાસે ચોથા માળે એક હીરાના કારખાનામાં ગગનરામ રાજારામ અને અન્ય એક કારીગરના યુવકો અંદરથી બંધ કરી કામ કરી રહ્યા હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખસો કારખાનાનો લોક ખોલી અંદર પ્રવેશ્યા હતા. ગગનરામ અને અન્ય કારીગરને પ્લાસ્ટિકની પિસ્તોલની અણીએ બંધક બનાવી કારખાનામાંથી રૂ.10 લાખથી વધુના હીરાની લઈ બહારથી તાળું મારી બંને આરોપી ફરાર થઈ ગયા હતા. કાલે મોડી સાંજે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોદ્રા પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. પ્રારંભિત પોલીસ-તપાસમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા જન્માવે છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading