Home /News /south-gujarat /

સુરત : વાહન ચાલકની ગુંડાગર્દી, પેટ્રોલપંપના કર્મીએ નકલી 500ની નોટ ન સ્વીકારતા માર્યો ઢોરમાર - CCTV VIDEO

સુરત : વાહન ચાલકની ગુંડાગર્દી, પેટ્રોલપંપના કર્મીએ નકલી 500ની નોટ ન સ્વીકારતા માર્યો ઢોરમાર - CCTV VIDEO

સુરતમાં પેટ્રોલ પંપ પર મારામારી

સુરત (Surat) માં અસામાજીક તત્વોનો આતંક વદ્યો, એક વાહન ચાલકે પેટ્રોલ પંપ (Petrol Pump) ના કર્મચારીને માર માર્યો, સમગ્ર ઘટના સીસીટીવી (CCTV VIDEO) માં કેદ થઈ

સુરત : શહેર (Surat) માં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રીતે વધી રહ્યો છે, અસામાજિક તત્વો જાહેરમાં દાદાગીરી કરવા સાથે માર પણ મારતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાઇરલ થયા છે, ત્યારે અસમાજિક તત્વો નકલી નોટ લઇ એક પેટ્રોલ પંપ (petrol Pump Fight) પર પેટ્રોલ ભરાવા જાય છે, કર્મચારીએ નકલી નોટ ઓળખતા જ કર્મચારીએ નકલી નોટો પરત આપી જેને લઈને નકલી નોટ આપનાર અસામાજિક તત્વ એટલી હદે ઉશ્કેરાઈ ગયો કે, આ કર્મચારીને પોતાના સાગરિતો સાથે મળી ને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી (CCTV Video) માં કેદ થતા હવે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.

સુરત શહેરમાં લાંબા સમયથી અસામાજીક તત્વોની દાદાગીરીથી અવારનવાર જોવા મળતી હોય છે સામાન્ય બાબતે શહેરના લોકો પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે દાદાગીરી મારામારી સહિતની ઘટનાઓ બનતી હોય છે. જો કે આવી ઘટનાઓના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે ત્યારે વધુ એક અસામાજિક તત્વની દાદાગીરી સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારના રસ્તા પર આવેલા પેટ્રોલપંપ પર એક વ્યક્તિ પોતાનું વાહન લઈ પેટ્રોલ પુરાવા પહોંચ્યો હતો, જોકે વાહનચાલકે 500 રૂપિયા પેટ્રોલ પંપના કર્મચારીને આપ્યા હતા, કર્મચારીએ 500ની નોટ પોતાની સાથે જ લેતા તે નકલી અથવા તો ખોટી હોવાનું જણાતા આ વ્યક્તિને પરત કરી હતી.



બસ આ વાતને લઈ આ અસામાજિક તત્વ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના સાગરીતો સાથે મળીને પેટ્રોલ પંપના કર્મચારીને પેટ્રોલ પંપ પર ઢોર માર માર્યો હતો. જો કે કર્મચારીને મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ વ્યક્તિએ એક તો નકલી નોટ આપી અને કર્મચારીઓ પરત કરી તો ગુંડાગીરી પર ઊતરી આવ્યો હતો અને કર્મચારીને માર માર્યો હતો.

આ પણ વાંચોરાજસ્થાનમાં મોટો રોડ અકસ્માત, પીકઅપ પલટી જતા 9 યાત્રાળુઓના મોત, 10ની હાલત ગંભીર

આ ઘટનાને પગલે પેટ્રોલ પંપ પર હાજર લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જોકે મારામારીની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં કાયદાનો ડર રહ્યો નથી તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું અવારનવાર જોવા મળે છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat Crime, Surat crime news, Surat crime News Gujarati, Surat crime Surat News, Surat na samachar, Surat news

આગામી સમાચાર