લૉકડાઉનમાં પણ સુરતીલાલાઓ કરશે લગ્ન, આવી 6 આકરી શરતોનું કરવું પડશે પાલન 


Updated: May 9, 2020, 10:03 AM IST
લૉકડાઉનમાં પણ સુરતીલાલાઓ કરશે લગ્ન, આવી 6 આકરી શરતોનું કરવું પડશે પાલન 
શહેરમાં અત્યાર સુધી 10 અરજીઓ લગ્ન માટે આવી હતી

કેટલાક પરિવારો દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પણ લગ્ન કરવાની તૈયારી દાખવતાં કલેકટર કચેરી દ્વારા આકરી શરતોને આધીન પરમીશન આપવામાં આવી છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસને કારણે એક તરફ શહેરના ઉદ્યોગ ધંધાઓ પર દોઢ મહિનાથી ખંભાતી તાળા જાવા મળી રહ્યા છે તો બીજી તરફ લગ્ન સિઝન પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આમ છતાં કેટલાક પરિવારો દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પણ લગ્ન કરવાની તૈયારી દાખવતાં કલેકટર કચેરી દ્વારા આકરી શરતોને આધીન પરમીશન આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી 10 અરજીઓ લગ્ન માટે આવી હતી. જેને મંજુરી આપવામાં આવી છે.

શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી લૉકડાઉન અને કોરોના વાયરસના હાહાકાર વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારો દ્વારા કલેકટર કચેરી સમક્ષ સાદગીથી લગ્ન સમારોહ યોજવા સંદર્ભે અરજીઓ કરવામાં આવી હતી. જે પૈકી કલેકટર કચેરી દ્વારા 10 અરજીઓને મંજુરી આપવામાં આવી છે. કલેકટર કચેરી દ્વારા લગ્ન માટે ચોક્કસ શરતો સાથે મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં વર-વધુ અને તેઓના પરિવારો સહિત ગોર મહારાજ મળીને માત્ર 10 નાગરિકો જ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેવાની શરત મુખ્ય છે. આ સિવાય લગ્ન સમારોહ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક - સેનિટાઈઝેશન જેવા અન્ય આવશ્યક નિયમો પણ બન્ને પરિવારોએ પાળવાના રહે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડેસ્ટિનેશન વેડિંગથી માંડીને રજવાડી ઠાઠ સાથેના લગ્ન સમારોહમાં લાખ્ખો - કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. પરંતુ લૉકડાઉનને કારણે ચાલુ વર્ષે લગ્નગાળો તદન નિષ્ફળ રહેતા હજારો લોકોની રોજગારી પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર થઈ છે. આમ છતાં કેટલાક પરિવારો દ્વારા લૉકડાઉનમાં થયેલા લગન્ને ‘યાદગાર’ બનાવવા માટે સાદગીથી પણ લગ્ન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - રાજ્યમાં માત્ર અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત, જોઇ લો જિલ્લાવાર આંકડા

લોકડાઉનમાં આ શરતો ને આધીન લગ્ન કરી શકાશે

- 10 વ્યક્તિઓ લગ્નમાં રહી શકશે હાજર- લગ્ન માટે પ્રાંત અધિકારીની લેવી પડશે મંજૂરી
- લગ્નમાં સંગીત સંધ્યા કે જમણવાર પર પ્રતિબંધ
- કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટનો ઉપયોગ કરી શકાશે નહી
- મંદિર કે ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી શકાશે નહીં
- માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સના નિયમો પણ પાડવા પડશે.

આ પણ જુઓ - 
First published: May 9, 2020, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading