સુરતમાં કોરોનાથી બચવાનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં વ્યક્તિને પ્રવેશ નહીં, લગાવ્યા બોર્ડ


Updated: March 24, 2020, 10:52 AM IST
સુરતમાં કોરોનાથી બચવાનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં વ્યક્તિને પ્રવેશ નહીં, લગાવ્યા બોર્ડ
સોસાયટીનીબહાર બોર્ડ

એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, બહારનાં લોકોને અંદર પ્રવેશ મળશે નહીં.

  • Share this:
સુરત :કોરોના વાયરસ અંગે લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યાં છે. આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાને કારણે થતો હોય છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતનાં રેહેઠાણ વિસ્તારની વિવિધ સોસોાયટીઓએ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, બહારનાં લોકોને અંદર પ્રવેશ મળશે નહીં.

કોરોના વાઇરસે દેશ સાથે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉનનું કડકપણે અમલીકરણ કરવાથી આ વાયરસને નાથી શકાય છે. સરકારની આ જાહેરાત બાદ લોકોમાં જાગૃતિ આવીરહી છે ત્યારે લોકો દ્વારા પોતે ઘરે રહેતા થયા છે.

આ પણ વાંચો : સુરત : 'હું સમાજનો દુશ્મન છું’ તેવા પોસ્ટર પકડાવી લોકડાઉનમાં બહાર નીકળેલા લોકોનાં ફોટા પાડ્યા

સુરતનાં મોટા વરાછા વિસ્તારની એક રેસિડન્સી દ્વારા તેમના એપાર્ટમેન્ટ બહાર બોર્ડ લગાવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, અહીંયા બહારનાં કોઈપણ લોકો માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જે લોકો આ રેસિડન્સીમાં રહે છે તેમના પ્રવેશ માટે વાહન પર એક ખાસ પ્રકારનું સ્ટીકર લગાવામાં આવ્યું છે. જે લોકો પાસે આ સ્ટીકર હોય તેમને આ રેસિડન્સીમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કોરોનાનો વાયરસ લોકોના સંપર્કમાં આવતા ચેપ લાગે છે. ત્યારે બહારનો કોઈપણ વ્યક્તિ આવી અને અહીં રહેતા લોકોને ચેપ ન લગાડે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે રેસીડન્સીના લોકોને બહાર ન નીકળવાનો અનુરોધ પણ કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ: કોરોનાગ્રસ્ત યુવતીનાં ઘરે કામ કરતા યુવાનને લાગ્યો ચેપ, વિદેશ હિસ્ટ્રી ન હોય તેવો પ્રથમ દર્દી

સરકારે આપેલી સૂચના આજ રીતે લોકો અમલીકરણ કરે તો ચોક્કસ આ કોરોના નામના વાયરસને ડામવામાં સફળતા મળશે. સુરતની આ રેસિડ્સની પહેલ ને લઇને મોટા વરાછા વિસ્તારમાં અન્ય રેસિડન્સી દ્વારા આજ પ્રકારે બોર્ડ લગાવી પોતાના રેહેઠાણ કરતા લોકોની સુરક્ષા શરુ કરી છે.આ વીડિયો પણ જુઓ 
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर