'મહા' વવાઝોડાની ભીતિ વચ્ચે પણ સુરતીલાલાઓ દરિયાકિનારે માણી રહ્યાં છે મઝા

News18 Gujarati
Updated: November 4, 2019, 9:48 AM IST
'મહા' વવાઝોડાની ભીતિ વચ્ચે પણ સુરતીલાલાઓ દરિયાકિનારે માણી રહ્યાં છે મઝા
ડુમસ દરિયાની તસવીર

ગુજરાતના દરિયા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતનાં (Surat) દરિયામાં કરંટ ધીરેધીરે વધી રહ્યો છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : અરબી સમુદ્રમાં (Arabian sea) સર્જાયેલા ડીપ ડિપ્રેશન સિસ્ટમનાં કારણે રાજ્યમાં મહા વાવાઝોડાની (Maha Cyclone) દહેશત છવાઇ છે. મહા વાવાઝોડું દક્ષિણ ગુજરાત સહિતના તમામ દરિયાકાંઠાને અસર કરશે. જેને પગલે ગુજરાતના દરિયા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતનાં (Surat) દરિયામાં કરંટ ધીરેધીરે વધી રહ્યો છે. ભરતી શરૂ થતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પહોંચી રહ્યાં છે. ત્યાં સુરતીલાલાઓ દરિયા સાથે સેલ્ફી લઇને વાતાવરણની મઝા માણતા દેખાઇ રહ્યાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 'મહા' નામના વાવાઝોડાને પગલે રાજ્યભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી ઉદ્દભવેલા મહા વાવાઝોડાની અસર રાજ્યના દરિયાકાંઠાનાં ગામોમાં થશે. 6, 7 અને 8મી નવેમ્બરે 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : 'મહા' સંકટને કારણે 7 અને 8 તારીખે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

તમામ સરપંચ અને તલાટીઓને મહા વાવાઝોડાની અસર થાય ત્યારે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ માટે જરૂર જણાય તો ગામોની પ્રાથમિક શાળાઓમાં યોગ્ય જરૂરી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. દરિયો પણ ગાંડોતૂર બનવાના એંધાણ વર્તાય રહ્યા હોય વાવાઝોડાને પગલે ધોલાઈ બંદરેથી દરિયો ખેડવા માછીમારોને મનાઈ ફરમાવવામાં આવી છે. હાલ કોઈ પણ બોટો દરિયામાં ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. વાવાઝોડાના પગલે તંત્ર સંકટ સમયની સ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે. પરંતુ બીજી બાજુ સુરતીલાલાઓ દરિયા કિનારાની મઝા માણવાનું ચુકતા નથી.
First published: November 4, 2019, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading