સુરતમાં સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનાં થયા દર્શન, ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

News18 Gujarati
Updated: October 29, 2019, 12:23 PM IST
સુરતમાં સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનાં થયા દર્શન, ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું
સ્વામિનારાયણ ભગવાને પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યાં હતાં.

સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યાં હતાં.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) ભાઈબીજનાં દિવસે સ્વામિનારાયણ (Swaminarayan) ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યાં હતાં. જે આજે 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. તેઓ આનું જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘડીનાં દર્શન સૌ કોઈને કરાવે છે.

આ પાઘડી આજથી 194 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરેલી આ પાઘડી છે. 194 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે. પાઘડીની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે, સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881નાં માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘડી આપી હતી.

આ પણ વાંચો : જાણો અમદાવાદનો સૌથી લાંબો અંજલી બ્રિજ પાર કરતા કેટલો સમય લાગે છે?

194 વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘડી આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘડી તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે. મૂળ આ પરિવાર પરિવાર પારસી છે, છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘડી માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં તેને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં સાચવવામાં આવે છે. દર વર્ષે ભાઈબીજના દિવસે આ પાઘડી અને શ્રીફળનાં દર્શન કરાવે છે.

સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યાં હતાં.


પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, ઘણાં લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તેના બદલામાં આર્થિક વળતર પણ ચૂકવાની વાત કરે છે. પરંતુ આ અમારા પરિવારને ભગવાન દ્વારા અમુલ્ય ભેટ આપવામાં આવી છે અને ભેટનું આર્થિક મૂલ્યાંકન ન આંકી શકાય. 
First published: October 29, 2019, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading