Home /News /south-gujarat /Rarest of The Rare Case: સુરતમાં દુષ્કર્મ-હત્યા કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા

Rarest of The Rare Case: સુરતમાં દુષ્કર્મ-હત્યા કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા

પાંડેસરા રેપ કેસમાં આરોપીને ફાંસીની સજા

Surat Crime: સુરતનાં પાંડેસરામાં રેરેસ્ટ ઓફ રેર કેસ હેઠળ દોષિત ગુડ્ડુ યાદવે (Guddu Yadav Sentence to Death) અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી તેનાં પર દુષ્કર્મ (Rape and Murder Case)આચર્યુ હતું બાદમાં તેની હત્યા કરી લાશ જંગલમાં ફેકી દીધી હતી. આ કેસમાં આરોપીને સુરત સેશન્સ કોર્ટે (Surat Sessions Court) માત્ર 30 દિવસની અંદર ફાંસીની સજા ફટકારી છે.

વધુ જુઓ ...
Surat Crime News: સુરતનાં પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા  (Rape and Murder Case) કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસ દ્વારા ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલે માત્ર 29 દિવસમાં આ સુરત સેશન્સ કોર્ટે (Surat Sessions Court) સજા ફટકારી છે. ગત રોજ આ કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે ગત રોજ જ આરોપીને કસુરવાર પુરવાર કર્યો હતો. જે બાદ એક જ દિવસમાં કોર્ટે સજા સંભળાવી છે. એક જ દિવસમાં આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી છે.

આ પણ વાંચો-Ahmedabad News: અનેક પ્રયત્નોથી ચોર ન પકડાયો તો પોલીસે તેની જ કુટેવ પરથી પકડી પાડ્યો, જાણો આખું ઓપરેશન

ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 376A, 376B લગાવવામાં આવી છે. વિક્ટિમ કોમ્પન્શેશન ફંડમાંથી પિડિતાનાં માતા પિતાને 20 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. કોર્ટ દ્વારા લેવામાં આવેલાં ત્વરિત અને આ મહત્વનાં ચુકાદાથી સમાજમાં એક દાખલો સાબિત થશે. જ્યારે આ જજમેન્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે આરોપીનાં ચહેરા પર કોઇ જ પસ્તાવો ન હતો.

આ પણ વાંચો - Drugs case: ડ્રગ્સના ચૂંગાલમાં ઉચ્ચ અભ્યાસ કરતી ઘણી યુવતીઓ, અમદાવાદ પોલીસે 48 યુવતીઓને નવજીવન આપ્યું

રેરેસ્ટ ઓફ ધ રેર કેસનો અત્યાર સુધીનો ઘટનાક્રમ શું છે?
4 નવેમ્બર દિવાળીનાં દિવસે માસૂમ બાળકી ગુમ, 7 નવેમ્બરે બાળકીનો મૃતદેહ મળ્યો, 8 નવેમ્બરે આરોપી ઝડપાયો, 15 નવેમ્બરે પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, 16 નવેમ્બરે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયા, 18 નવેમ્બરે કેસની સુનવણી શરૂ થઈ, 65 જેટલા શહેદો વચ્ચે 42ની જુબાની લેવાઈ હતી, 3 સાક્ષી મહત્વના પુરવાર થયા હતા. કુલ 6 સુનાવણીના અંતે 29 દિવસમાં સેશન્સ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો


જાણો શું હતી સમગ્ર ઘટના?
દિવાળીના દિવસે (4 નવેમ્બરે) દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું. મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ ચકચારી કેસમાં પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ લીધા હતાં. બાદમાં લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરીને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો.

આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. બાદમાં તેણે કબૂલાત પણ કરી હતી. આરોપીએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા

બિહારમાં રહે છે  આરોપી ગુડ્ડુ યાદવનો પરિવાર 
અઢી વર્ષની બાળકીસાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુ કુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે. જયારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા GIDCની ડાઈંગ મીલમાં નોકરી કરે છે. પોલીસને આરોપીનાં મોબાઇલમાંથી કેટલાંક પોર્ન વીડિયો મળી આવ્યા છે.
First published:

Tags: Crime news, Rape and murder case, Surat Crime, Surat Rare of the rarest case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો