સુરત : 5માં માળેથી ઓવરલોડ લિફ્ટ તૂટી, મરણપ્રસંગમાં આવેલા 9ને ઇજા

News18 Gujarati
Updated: December 4, 2019, 8:21 PM IST
સુરત : 5માં માળેથી ઓવરલોડ લિફ્ટ તૂટી, મરણપ્રસંગમાં આવેલા 9ને ઇજા
દુર્ઘટનાના CCTV ફૂટેજમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો જોવા મળે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં ગ્રીન સિટી એપોર્ટમેન્ટમાં દુર્ઘટના સર્જાઈ

  • Share this:
સુરત : સુરતના (Surat) પાલ-અડાજણ (Pal-adajan) વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં (Green City apartment) લિફ્ટ (Lift crashed)આજે સાંજે તૂટી પડી હતી. જોકે લિફ્ટમાં સવાર 9 લોકો ને ઇજા થતા (9 injured) સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાી જાણ થતાં ફાયર બ્રિગેડ બનાવ વળી જગ્યા પર પહોંચ્યુ હતું. બનાવના અહેવાલ મુજબ ઘટનાસ્થળે મરણપ્રસંગ થયું હતું જેમાં આવેલા લોકો એક સાથે લિફ્ટમાં નીચે ઉતરવા ગયા ત્યારે લિફ્ટ પાંચમાં માળેથી પટકાઈ હતી.


 બનાવની વિગત એવી છે કે સુરતના અડાજણ પાલ રોડ પાર આવેલી છે ગ્રીન સીટી  એપાર્ટમેન્ટમાં આવેલ ટાવર નંબર 11 માં આજે સાંજે અચાનક 5 માળે થી લિફ્ટ તૂટી પડી હતી. આજ બિલ્ડિગ માં પાંચમાં માળે દુઃખદ અવસાન થયું હતું. જેમાં હાજરી આપવા માટે લોકો આવ્યાં હતાં. પાંચમાં માળેથી નવ  લોકો લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા તે દરમિયાન લિફ્ટ તૂટી પડી હતી, જેને લઈને લિફ્ટમાં સવાર લોકો ને ઇજા થવા પામી હતી તાત્કાલિક બિંલ્ડીંગ ના લોકો દોડી આવી આ તમામ ને બહાર કાઢી સારવાર માટે હૉસ્પિટલખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  બિનસચિવાલય પરીક્ષા : સંજય રાવલ સમર્થનમાં આવ્યા પણ પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

બીજી બાજુ ઘટનાની જાણકારી ફાયર વિભાગ ને આપવામાં આવતા ફાયર વિભાગ પર બનાવ વાળી જગ્યા પર પોહચી ગઈ હતી પણ ફાયરની ટીમ પહોંચે તે પહેલાં તમામને નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે 5 ની કેપિસિટી વાળી લિફ્ટમાં નવ લોકો બેસ્યા હતા જેના કારણે ઓવર લોડને લઈને આ ઘટના બની હોવાનું ફાયર ની પ્રાથમિક તપાસ માં બહાર આવ્યુ હતું. જોકે આ મામલે પોલીસ પણ ઘટના સ્થળ પર પોંહચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर